ડીસાના ધારાસભ્યની રજુઆતના પગલે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી દ્વારા નાના પ્લોટ ધારકોની તરફેણમાં ડીસાની ટીપી સ્કીમ રદ કરાઈ

ગુજરાત
ગુજરાત

ડીસા પાલીકાના તત્કાલીન પ્રમુખ દ્વારા અઢી વર્ષ અગાઉ આયોજન વગર અનધડ ટી.પી.સ્કીમ મુકવામાં આવી હતી
ટી.પી.સ્કીમ રદ થતાં મધ્યમ વર્ગના પ્રજાજનોનું ઘરના ઘરનું સ્વપ્ન પુરૂ થઈ શકશે.
રખેવાળ ન્યુઝ ડીસા
ડીસા નગરપાલીકાના તત્કાલીન પ્રમુખ દ્વારા અઢી વર્ષ અગાઉ નિષ્ણાંતોની યોગ્ય સલાહ અને આયોજન વગર અણધડ રીતે ટી.પી.સ્કીમ મુકવામાં આવી હતી. જેના કારણે શહેરી જનો તથા પ્લોટ ધારકોને નવા બાંધકામની મંજુરીને લઈ ભારે મુશ્કેલી પડી રહી હતી. પરંતુ ડીસાના જાગૃત ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાએ આ મામલે રાજ્ય સરકારમાં રજુઆત કરી આ ટી.પી.સ્કીમ રદ કરવા માંગ કરી હતી. જે સરકારે સ્વીકારી તા.રપ ઓગસ્ટ ના રોજ અઢી વર્ષ અગાઉ મુકાયેલી આ ટી.પી.સ્કીમને રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી દ્વારા નાના પ્લોટ ધારકોની તરફેણમાં રદ કરી દેતા તે વિસ્તારના પ્લોટ ધારકોમાં ખુશી છવાઈ છે. આ ટી.પી.સ્કીમ રદ થતાં મધ્યમ વર્ગના પ્રજાજનોનુ ઘરના ઘરનું સ્વપ્ન હવે સાકાર થઈ શકશે.
ડીસા નગરપાલીકાના આ ટર્મના શાસક પક્ષના પ્રથમ અઢી વર્ષના પ્રમુખ દ્વારા શહેરમાં મોટા મોટા વિકાસ કામો શરૂ કર્યા હોવાની ગુલબાંગો ફુકવામાં આવી હતી. પરંતુ કેટલાક મનઘડન અને નિષ્ણાતોના પુરતા અભિપ્રાય લીધા વગરના અનઘડ આયોજનોના કારણે શહેરની પ્રજા અને મધ્યમ વર્ગની પરેશાની વધી હતી. ડીસા નગરપાલીકાના તત્કાલીન પ્રમુખ દ્વારા જાન્યુઆરી-ર૦૧૮માં મોટા ઉપાડે સૌ પ્રથમ ટી.પી. સ્કીમ બનાવવાના મનસુબા સાથે એક ડ્રાફ્ટ તૈયાર કરાવાયો હતો. જેમાં શહેરને ફરતે આવેલી રાજપુર વિસ્તારની જમીનોના ૭૦ થી ૮૦ સર્વે નંબરોને સમાવીને નકશો તૈયાર કરાયો હતો. આ નકશો તૈયાર કરનાર અધિકારીઓ, નગરપાલીકાના પ્રમુખ કે અન્ય કોઈ અનુભવી અધિકારીઓ દ્વારા સ્થળ તપાસણી કર્યા સીવાય માત્ર ટેબલ ઉપર બેસીને દોરી દેવામાં આવ્યા હતાં. જેના કારણે તે વિસ્તારમાં આવેલી કેટલીક વર્ષાે પહેલા બીન ખેતી થઈ ગયેલી જમીનનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો હતો. જે જમીનોમાં લગભગ ર૦૦૦ ઉપરાંત પ્રજાજનો પ્લોટ ધરાવે છે અને ૮૦૦ થી ૧૦૦૦ ઉપરાંત મકાનો પણ સદરહુ પ્લોટોમાં બની ગયેલ છે. આવી કોઈપણ બાબતની ખરાઈ કે, સ્થળ ચકાસણી સીવાય આડેધડ ટી.પી. સ્કીમ – ૧ના આયોજનથી આ વિસ્તારમાં પ્લોટ ધરાવતાં મધ્યમ વર્ગના પ્રજાજનોને પારાવાર મુશ્કેલી પડી રહી હતી. નગરપાલીકાના સત્તાધિશો દ્વારા જાન્યુઆરી-ર૦૧૮માં આ ટી.પી.સ્કીમનો નકશો બનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ સદરહુ નકશાને સરકારમાં મુકવામાં આવ્યો હતો. આ બંન્ને પ્રક્રિયાઓના વચ્ચેના ભાગરૂપે નગરપાલીકાના સત્તાધિશોએ જમીન ધારકોના વાંધા સુચનો સાંભળવા ટી.પી. સ્કીમમાં આવતા રોડ રસ્તાઓના એલાઈમેન્ટ ચેક કરવા વગેરે કોઈપણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર આડેધડ પ્રક્રિયાઓ ચાલુ કરી દેવામાં આવી હતી. જાન્યુઆરી – ર૦૧૮થી જુલાઈ-ર૦ર૦ એટલે કે, અઢી વર્ષ ઉપરાંતના સમયગાળાથી આ ટી.પી. સ્કીમ મંજુર કે ના મંજુર ન થઈ હોઈ અધ્ધરતાલ રહેતાં નગરપાલીકામાં પ્લોટ ધારકોને બાંધકામની મંજુરી મળતી ન હતી. જેના કારણે પ્લોટ ધારકો બાંધકામની કાર્યવાહી કે, લોન વિગેરેમાં અરજી કરવાની કાર્યવાહી કરી શકતા ન હતા. પરંતુ હવે આ ટી.પી.સ્કીમ સરકારે રદ કરી દેતાં પ્લોટ ધરાવતા મધ્યમ વર્ગના પ્રજાજનોનું ઘરના ઘરનું સ્વપ્ન પુરૂ થઈ શકશે.
તત્કાલીન પ્રમુખ દ્વારા માત્ર રાજકીય લાભ લેવા માટે મુકાયેલી આ ટી.પી.સ્કીમને ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાની રજુઆતના પગલે તા.રપ ઓગસ્ટના રોજ સરકાર દ્વારા તેને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાએ તા.૮/૭/ર૦ર૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખીતમાં રજુઆત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, જેમાં જણાવ્યું હતુ કે આ ટી.પી.સ્કીમમાં રાજપુર વિસ્તારના બિનખીતીમાં બનેલા મકાનો અને ખુલ્લા પ્લોટવાળા નાગરીકો તથા એન.એ.ના થયેલ જમીનવાળા નાગરીકોની રજુઆતના પગલે આ અણધડ ટી.પી.સ્કીમ રદ કરવા માંગ કરી હતી. જાેકે પ૦ દિવસના ટુંકા સમય ગાળામાં જ સરકારે ધારાસભ્યની રજુઆતને ધ્યાને લઈ ગત મંગળવારે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નાના પ્લોટ ધારકોના હીતમાં આ ટી.પી.સ્કીમ રદ કરવા નિર્ણય લીધો છે. જેના કારણે જેતે વિસ્તારના નાના નાના પ્લોટ ધારકોમાં ખુશી છવાઈ છે. તો બીજી તરફ હવેથી બાંધકામની મંજુરી મળી શકશે. જેના કારણે રીયલ એસ્ટેટ ડીસા શહેરમાં અવરોધાયેલી વિકાસની ગતી ફરીથી આગળ વધશે.
ધારાસભ્યની મહેનત રંગ લાવી
છેલ્લા અઢી વર્ષથી ટી.પી. સ્કીમના મામલે મુશ્કેલી ભોગવી રહેલા કેટલાક નગરજનોએ ડીસાના જાગૃત ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાને આ બાબતે રજુઆત કરી હતી. જેના પગલે તેઓએ આ મામલે તપાસ કરાવી રાજ્ય સરકારમાં રજુઆત કરી હતી. જેને ધ્યાને લઈ રાજ્ય સરકારે આ બાબતે નિર્ણય લઈ ટી.પી.સ્કીમ રદ કરતાં ધારાસભ્યના ડીસા નગરજનોના હિતમાં કરાયેલા પ્રયાસો સફળ થયા છે. જે બદલ અઢી વર્ષથી મુશ્કેલી વેઠતાં લોકોએ ધારાસભ્યની મહેનતને બીરદાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.