ભરૂચમાં શીત લહેરની સાથે ધુમ્મસનું વાતાવરણ, વિઝિબિલિટીમાં ઘટાડો

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં ઠંડીનું જોર ધીરે ધીરે વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે આજે ભરૂચ જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસનું આવરણ જોવાં મળ્યું છે. જિલ્લામાં શીત લહેરની સાથે ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું છે. અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં ધુમ્મસનું આવરણ જોવાં મળ્યું છે. જેનાં કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો થયો છે.

ભરૂચમાં ધુમ્મસ છવાતા વાહન વ્યવહાર ધીમો પડયો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં વાતાવરણમા ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસ છવાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.