
સુરતમાં ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન, સ્ટાફને પણ તાલીમ અપાઈ
સુરતમાં અવાર નવાર આગ લગતા હોવાના બનાવો સામે આવે છે. આ ઉપરાંત ભૂતકાળમાં હોસ્પિટલમાં પણ આગ લાગી હોવાના બનાવો સામે આવી ચુક્યા છે, ત્યારે આવી પરિસ્થિતિમાં હોસ્પિટલના સ્ટાફે કેવી તકેદારી રાખવી અને ફાયર વિભાગ દ્વારા શું કામગીરી કરવી તે અંગેની મોકડ્રીલ ફાયર વિભાગ દ્વારા અવાર નવાર કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે સુરતના સ્ટેશન રોડ પર આવેલી 21st સેન્ચ્યુરી હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરાયું હતું.
આ મોકડ્રીલમાં આગના બનાવ સમયે ફાયર ક્રુ સહિત નો સ્ટાફ ઘટના સ્થળ પહોંચી આગ તેમજ બચાવ કામગીરી, મીન્સ ઓફ એસ્કેપ, ફાયર એક્સ્ટીગ્યુશર ઓપરેટ, સંકટ સમયે બહાર નીકળવાનો રસ્તાનો ઉપયોગ , બિલ્ડીગ તેમજ હોસ્પીટલની હયાત એક્ટીવ, પેસીવ ફાયર સિસ્ટરનો ઉપયોગ કેવી રીતે કરવો વિગેરે બાબતે ડેમોસ્ટ્રેશન મોકડ્રિલનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાયર વિભાગ ઉપરાંત સેન્ટ્રલ ઝોન, પોલીસ સ્ટેશન,ટોરેન્ટ જેવા વિભાગ પણ હાજર રહ્યો હતો.
આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનના ડીવીઝનલ ફાયર રાજેન્દ્રસિંહ રાજપૂત રાજપુતના માર્ગદર્શન હેઠળ આ મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં ફાયર ઓફિસર હાર્દિક પટેલ, સબ ફાયર ઓફિસર બલવંત સિંહ, તેમજ સબ ફાયર ઓફીસર મહેશ પટેલ, દીનુ પટેલ તેમજ ફાયર ક્રુ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. હોસ્પિટલના તમામ સ્ટાફને પણ કઈ કઈ તકેદારીઓ રાખવી તેની માહિતી આપવામાં આવી હતી.