સુબીર તાલુકાના ધૂળદા ગામનાં એક મકાનમાં ભીષણ આગ, ઘરનો સામાન બળીને ખાખ

ગુજરાત
ગુજરાત

ડાંગના સુબીર તાલુકાના ધૂળદા ગામમાંથી મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગામમાં રહેતા સંદીપભાઈ ભાયજુભાઈ પવારના ઘરમાં આગની આ ઘટના બની હતી. ઘરમાં સવારે 9 વાગ્યાના અરસામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની ઘટનાના પગલે પરિવારજનો સમયસર ઘરની બહાર નીકળી જતાં તમામનો બચાવ થયો હતો. બીજી તરફ ઘટનાના કારણે તમામ ઘરવખરી જેમાં અનાજ,કપડાં રાચરચીલું આગમાં સ્વાહા થઈ ગયું હતું. આકસ્મિક બનાવના કારણે સંદીપભાઈ પવારના પરિવારની પરિસ્થિતિ દયનિય બની હતી. સવારે ઘટના સમયે સંદીપભાઈ નજીક આવેલ ખેતરમાં કામ કરવા ગયા હતા. આગ લાગી ત્યારે તેને બુઝાવવા સ્થાનિકોએ પ્રયાસ કાર્ય પણ વિકરાળ આગમાં ઘર ભસ્મીભૂત બની ગયું હતું. સામાન્ય ખેડૂતની ઘટના બાદ કફોડી હાલત થી હોવાની વિગતો સામે આવતા ઘટના અંગે આ વિસ્તારના અગ્રણી રાજુભાઈ ગામીત સહિત આગેવાનોએ ભોગ બનનાર પરિવારની મુલાકાત લઈ શક્ય મદદ માટે તજવીજ હાથ ધરવાની હૈયાધારણા આપી હતી. તાલુકા પંચાયતના અધિકારીઓને પીડિત પરિવારને સરકારી સહાય આપવા જરૂરી રજૂઆત પણ કરાઈ હતી.

તાજેતરના સમયમાં દક્ષિણ ગુજરાતમાં આગ લાગવાની ઘટનાઓ વધી છે. સુરતમાં ડાઇંગ મિલ અને ક્રાઇમ બ્રાન્ચમાં પાર્ક વાહનોમાં આગની ઘટનાએ તંત્રને દોડતું કર્યું હતું. આ સામે બીજી તરફ વલસાડ નજીક લકઝરી બસમાં આગની ઘટના સામે આવી હતી. ઘટનાસમયે બસમાં 18 લોકો સવાર હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.