સુરતના પાંડેસરામાં ડાઈંગ મિલમાં ભીષણ આગ, આગ વિકરાળ સ્વરૂપ લેતા 10 ફાયર ટેન્ડર બોલાવવાની ફરજ પડી

ગુજરાત
ગુજરાત

સુરતના પાંડેસરા વિસ્તારમાં ભીષણ આગની ઘટનાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટુકડીઓ ઘટનાસ્થળ તરફ દોડી ગઈ છે.સૂત્રો અનુસાર આગ એટલી વિકરાળ છે કે 10થી વધુ ફાયર ટેન્ડર મદદે બોલાવવાની ફરજ પડી છે. આ ભીષણ આગ ડાઇંગ મિલમાં લાગી છે.

બંધ શેડમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવો ફાયર બ્રિગેડના લાશ્કરો માટે પણ પડકારજનક સાબિત થઈ રહ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં તરાના ડાઇંગ મિલ માં ભીષણ આગ લાગી છે. કામદારોને યુનિટમાં ધુમાડા નજરે પડતા તાત્કાલિક તમામને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. સદનશીબે ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સાંપડ્યા નથી પરંતુ મોટા નુકસાનનો અંદાજ પણ લગાવાઈ રહ્યો છે.

ડાઇંગ એ ઇચ્છિત રંગની સ્થિરતા સાથે રંગ પ્રાપ્ત કરવાના ધ્યેય સાથે ફાઇબર, યાર્ન અને કાપડ જેવી ટેક્સટાઇલ સામગ્રી પર રંગો અથવા રંગદ્રવ્યોનો ઉપયોગ છે. રંગકામ સામાન્ય રીતે રંગો અને ચોક્કસ રાસાયણિક સામગ્રી ધરાવતા વિશિષ્ટ દ્રાવણમાં કરવામાં આવે છે. ડાઇંગ અને પ્રિન્ટીંગ એ અલગ છે. પ્રિન્ટીંગમાં ઇચ્છિત પેટર્ન સાથે સ્થાનિક વિસ્તાર પર રંગ લાગુ કરવામાં આવે છે. ડાઇંગમાં તે સમગ્ર કાપડ પર લાગુ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.