
આવતીકાલે એફ.સી.આઈ.ની કેન્દ્રીય ટીમ રાજકોટ ખાતે આવશે
આવતીકાલે કેન્દ્રની ટીમ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદાજુદા શહેરોમાં આવેલ એફસીઆઈ તેમજ પુરવઠા નિગમના ગોડાઉનોમાં સ્ટોક રજીસ્ટર સહિતની બાબતો અંગે ચેકીંગ હાથ કરનાર છે.જેમા આવતીકાલે ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાની પાંચ સભ્યોની કેન્દ્રીય ટીમ દિલ્હીથી રાજકોટ ખાતે આવી પહોંચશે.આ ટીમ સાથે ગાંધીનગર પુરવઠા તંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા સ્થાનિક પુરવઠા તંત્રના અધિકારીઓ પણ સાથે રહેશે.જેઓ રાજકોટ આવી પહોંચ્યા બાદ રાજકોટ શહેરમાં ઘંટેશ્ર્વર ખાતે આવેલ એફસીઆઈ ડેપો અને સેન્ટ્રલ વેરહાઉસમાંચેકીંગ હાથ ધરશે.એફસીઆઈની આ કેન્દ્રીય ટીમ રાજકોટ,અમરેલી,વેરાવળ અને દીવની મુલાકાત લેનાર છે.