આઈપીએસ હસમુખ પટેલનું ફરી બન્યું ફેક ફેસબુક એકાઉન્ટ

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર, IPS હસમુખ પટેલનું ફરી એક વખત ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું છે. તેમણે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. તેમણે લખ્યું, મારા ફોટા વાળું બનાવટીfacebook એકાઉન્ટ બનાવી મેસેજ મોકલવાનું ધ્યાન પર આવેલ છે જે અંગે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે આ એકાઉન્ટ પરથી કોઈ પણ મેસેજ મળે તો તેને જવાબ આપશો નહીં. આ અંગે સિનિયર પત્રકાર દિનેશ અનાજવાલાએ કહ્યું, મારા પર મેસેજ આવતા તુરંત હસમુખ પટેલને જાણ કરી હતી. સપ્ટેમ્બર, ૨૦૨૩માં પણ આઈપીએસ હસમુખ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું .

તેમણે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી કે ફેકFB એકાઉન્ટ બનાવનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમણે લખ્યું, મારું બનાવટી ફેસબુક એકાઉન્ટ શરૂ કરનાર વિરુદ્ધમાં ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવ્યો. મારા નામે બનાવટી એકાઉન્ટ શરૂ કરી કોઈપણ પ્રવૃત્તિ કરવાનું ધ્યાન પર આવે તો મને તરત જ જાણ કરવા વિનંતી. વર્ષ ૧૯૯૩ બેચના આઈપીએસ હસમુખ પટેલ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢના વતની છે. સ્કુલનો અભ્યાસ તેમણે બનાસકાંઠાના બાલુન્દ્રા ગામ તેમજ ઈકબાલગઢ ખાતે કર્યો અને હાઈસ્કુલનો અભ્યાસ વિસનગરમાં પૂર્ણ કર્યો. વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાંથી બી.ઈ. સિવિલનો અભ્યાસ કર્યો.

IPS Civil List માં જણાવ્યાનુસાર હસમુખ પટેલના અભ્યાસ અને ડીગ્રીની યાદીમાં એમ.ઈ. સ્ટ્રક્ચરલ એન્જિનીયરિંગ માસ્ટર ડીગ્રી ઈન પોલીસ મેનેજમેન્ટ એમ.બી.એ.પીએચ.ડી. એલએલએમ સામેલ છે. ૨૩ જૂન ૧૯૬૫ના રોજ જન્મેલા હસમુખ પટેલની ઈચ્છા ડૉક્ટર બનવાની હતી. પાંચ માર્ક ઓછા આવવાના કારણે તેમને મેડિકલના બદલે એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવો પડયો હતો.UPSC માં ચાર વખત ગુજરાતીમાં પેપર લખનારા હસમુખ પટેલ ત્રણ વખત ઈન્ટરવ્યુ સુધી પહોંચ્યા હતા. બે વખત સિવિલ સર્વિસ પાર કરી હતી. ત્રીજા પ્રયાસમાં ઈન્ડિયન એકાઉન્ટ સર્વિસ અને ચોથા પ્રયત્નમાં ઈન્ડિયન પોલીસ સર્વિસ પસંદ કરી હતી.

તેઓSP તરીકે પ્રોહિબિશન, સુરત, પોરબંદર, વલસાડ, ભાવનગર રેલવેમાં ફરજ બજાવી ચૂકયા છે. DIG IGP તરીકે સુરત રેન્જ, ગાંધીનગર રેન્જ, એન્ટી કરપ્શન બ્યુરો, પ્લાનિંગ એન્ડ મોડર્નાઈજેશન તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલમાં અને વર્ષ ૨૦૧૮થીADGPહસમુખ પટેલ ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. હસમુખ પટેલ યુએન પીસ કીપિંગ ફોર્સ કોસોવોમાં સ્પેશ્યલ ડેપ્યુટેશન પર જઈ આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.