
ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી યોજાશે
ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની સંભાવાના જોવા મળી રહી છે.ત્યારે રાજયમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે.ત્યારે ભાજપ આ બેઠકો પર ચહેરા બદલી શકે છે. રાજ્યસભાની આગામી 18 ઓગસ્ટે આ બેઠકોની 6 વર્ષની ટર્મ પૂર્ણ થઇ રહી છે.આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશમા રાજ્યસભાની ચૂંટણીને લઇને જે નોડેલ ઓફિસર,ચૂંટણી અધિકારીની નિમણૂક કરવાની હોય તેને લઈ અગાઉ પત્ર લખીને આવીને જાણ કરવામાં આવી હતી.જેમા વિદેશમંત્રી એસ.જયશંકર,જુગલ ઠાકોર અને દિનેશ અનાવડીયાની ટર્મ પૂર્ણ થવાની હોવાથી રાજ્યસભાની ચૂંટણી યોજાશે.વિદેશ મંત્રી એસ.જયશંકરને ફરી રાજ્યસભાથી ભાજપ લડાવશે.આ સિવાય જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયા ડ્રોપ થઈ શકે છે.ભાજપ ઉત્તર ગુજરાતમાંથી જુગલજી ઠાકોરને ડ્રોપ કરી અન્ય ચહેરો પસંદ કરે તેવી શક્યતા જોવા મળી રહી છે.