
એસ.ટી વિભાગમાં ડ્રાઈવર-કંડક્ટર અને મિકેનિકની ભરતી કરવામાં આવશે
ગુજરાત રાજ્યમાં એસ.ટીમાં ડ્રાઈવર અને કંડકટરની ભરતી કરવામાં આવશે.આ ઉપરાંત એસ.ટી વિભાગ મિકેનિકની પણ ભરતી કરાશે.ત્યારે આ અંગેનુ નોટિફિકેશન થોડા દિવસોમા બહાર પાડવામાં આવશે.આ વર્ષે એસ.ટીમાં 2100 બસ ડ્રાઈવર અને 1300 જેટલી કંડકટરની ભરતી કરવામાં આવશે.આ ઉપરાંત મિકેનિકની પણ ભરતી કરવામાં આવશે.ગુજરાત સરકારે એસ.ટી વિભાગ ઉપરાંત અન્ય વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર પણ ભરતી કરવાનો નિર્ણય કર્યો છે.રાજ્યમા આગામી દિવોસમાં અંદાજે 6 હજાર જેટલી જગ્યાઓ પર ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કરવામાં આવશે.