
દિવ્યાંગોની નેશનલ પેરા ટેબલ ટેનિસમાં ભારતીબેન પડધરીયાએ ગોલ્ડ મેડલ મેળવ્યો
નેશનલ પેરા ટેબલ ટેનિસ 2023 તા.14 થી 17 માર્ચ દરમ્યાન યોજાઈ હતી.જેમાં ભાગ લેવા ભાવનગરમાંથી 14 દિવ્યાંગ ખેલાડીઓ ગયા હતા.ત્યારે તેમાંથી ભારતીબેન પડધરીયાએ તેમના ક્લાસિફિકેશનમા પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે જેઓ હાઉસવાઈફ હોવાની સાથે વીમા એજન્ટનુ કામ પણ કરે છે.આ સિવાય તેઓ સતત ત્રણ વર્ષથી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરે છે.જ્યારે અન્ય ખેલાડીમાં સરલાબેન સોલંકીએ પણ 3 વર્ષથી સતત તેમના ક્લાસીફિકેશનમા ત્રીજો ક્રમ મેળવીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે જેઓ સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈનસટીટયુટ ભાવનગરમાં ટેકનિશીયન તરીકે નોકરી કરે છે સાથે હાઉસ વાઈફ તરીકેની જવાબદારી પણ નીભાવે છે,ભાવનાબેન ચાંપાનેરી પણ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે તેઓ પણ હાઉસવાઈફ હોવાની સાથે બ્યુટી પાર્લર ચલાવે છે.સોનલ ડાભીએ તેમના ક્લાસિફિકેશનમા ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે,અલ્પેશભાઈ સુતરીયા તેમના ક્લાસિફિકેશનમા છેલ્લા ત્રણ વર્ષથી ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.