
દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત કાર્યભાર સંભાળ્યો
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.જેમાં દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખે વિધિવત કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારે તેઓને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવવામા આવ્યા હતા.જેમાં દીવ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે રામજી ભીખા અને ઉપપ્રમુખ તરીકે લક્ષ્મીબેન મોહને આજે વિધિવત કાર્યભાર સંભાળી ખૂરશી ગ્રહણ કરી હતી.ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ તથા જિલ્લા પંચાયત સદસ્યો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પ્રમુખ,ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા.