અમદાવાદથી ડાયરેક્ટ નૈરોબી ફ્લાઈટ થશે બંધ

ગુજરાત
ગુજરાત

અમદાવાદ, કોરોનામાં વંદે ભારત હેઠળ શરૂ કરાયેલી એર ઈન્ડિયાની અમદાવાદથી ડાયરેક્ટ નૈરોબી ફ્લાઈટ ૨૭ માર્ચથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. નૈરોબીની ફ્લાઈટ ૨૭ માર્ચથી બંધ હવે વાયા મુંબઈ થઈને નૈરોબી જવું પડશે. નૈરોબીની સીધી ફ્લાઈટ મળવી અશકય છે. જેથી નૈરોબીમાં વસતા હજારો ગુજરાતી પેસેન્જરોને વાયા મુંબઈ કે દિલ્હી થઈને જવું પડશે. એરલાઈન કંપનીએ આ રૂટ પર ફરીથી ફ્લાઇટ ઓપરેટ કરવી હોયતો નવેસરથી ત્રણ ડિઝિટનો નવા ફ્લાઇટ કોડ જનરેટ કરી અન્ય મંજૂરી સહિત તમામ પ્રકારની પ્રક્રિયા ફરીથી કરવી પડશે. એરલાઇન કંપનીએ સિસ્ટમ પર પણ આ ડાયરેક્ટ ફ્લાઈટનું બુકિંગ બંધ કરી દીધું છે.

એર ઈન્ડિયાની લાંબા સમયથી જે માંગ હતી તેને ડિજીસીએ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે એર ઈન્ડિયાના એક પાયલટ બે અલગ-અલગ વિમાન ઉડાવી શકશે.DGCAતરફથી આપવામાં આવેલી મંજૂરી મુજબ બોઈંગ ૭૭૭ અને ૭૮૭ વિમાન એક જ પાયલટ ઉડાવી શકશે. અગાઉ, એર ઈન્ડિયા દ્વારા બોઈંગ ૭૭૭ અને ૭૮૭ એરક્રાફ્ટ ચલાવવા માટે માત્ર આઠ પાઈલટોને તાલીમ આપવામાં આવી હતી, જેમાં ૭૭૭ અને ૭૮૭ ઉડાવવા માટે ચાર પાઈલટનો સમાવેશ થતો હતો.

જો કે, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનએ હવે મલ્ટી-સીટ ફ્લાઈંગને મંજૂરી આપી છે, જેનો અંદાજે અર્થ એ છે કે એક જ પાઈલટ બે પ્રકારના વિમાન ઉડાવી શકે છે, જેના માટે તાલીમ પ્રક્રિયા થોડી કઠિન બનાવવામાં આવશે. ડીજીસીએની આ મંજૂરીથી પાયલટને મદદ મળશે. પાયલટને ક્રોસ યૂઝ મદદરૂપ થશે. આ સાથે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે પણ મદદ મળશે. હાલમાં એર ઈન્ડિયા પાસે લગભગ ૭૦૦ વાઈડ બોડી પાઈલટ છે.

એવિએશન રેગ્યુલેટરે એર ઈન્ડિયાને જણાવ્યું છે કે આઠ નોમિનેટ પાયલટોમાંથી બધા પાસે બોઈંગ ૭૭૭ અને ૭૮૭ના સંચાલન મામલે ઓછામાં ઓછા ૧૦ લેન્ડિંગ સાથે ૧૫૦ કલાકનો ઉડાનનો સમય હોવો જોઈએ. ઉલ્લેખનીય છે કે લગભગ ૧૬ દેશોમાં એરલાઇન્સ દ્વારા પાયલટનો ક્રોસ યૂઝ કરવામાં આવે છે. ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા પાસે લગભગ ૧,૮૨૫ પાઈલટ છે અને એરલાઈન્સ તેના કાફલાનું વિસ્તરણ કરી રહી હોવાથી આગામી દિવસોમાં વધુ પાયલટની ભરતી કરવા માંગે છે. ગયા મહિને એર ઈન્ડિયાએ એરબસ અને બોઈંગ પાસેથી ૭૦ વાઈડ બોડી વિમાન સહિત ૪૭૦ વિમાનનો ઓર્ડર આપ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.