સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા હીરા ઉદ્યોગ સાત દિવસ બંધ રહેશે

ગુજરાત
surat diamond industry
ગુજરાત 90

રખેવાળ ન્યુઝ સુરત : રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં પ્રતિદિન ૫૦૦ કરતા વધારે નવા પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. સૌથી વધારે કેસ અમદવાદ શહેરમાં છે અને ત્યારબાદ સુરતનો સુરતનો નંબર આવે છે. અનલોકમાં રાજ્ય સરકાર દ્વારા ટેક્સટાઇલ અને હિરા ઉદ્યોગના ખોલવા માટેની છૂટ આપી હતી. જેના કારણે સુરતનો હીરા ઉદ્યોગ શરૂ થયો હતો પરંતુ હીરા ઉદ્યોગ શરૂ થયા પછી ઘણા રત્ન કલાકારો કોરોની ઝપેટમાં આવી ચૂક્યા છે. સુરતનો હીરા ઉદ્યોગ કોરોના હોટસ્પોટ બનતા સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહ¥વનો નર્ણય લેવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસર હીરા ઉદ્યોગમાં વધતા જતું કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા મહ¥વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે જગ્યા પર વધારે કોરોના સંક્રમણ હીરા ઉદ્યોગમાં ફેલાયું છે તે વિસ્તારને ક્વોરેન્ટાઇન કરી તે ઉદ્યોગને સાત દિવસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ભવાની સર્કલથી દેવજી નગર, હરિઓમ સોસાયટી, હિમસન મિલથી ઉમિયા સર્કલ, પ્રિયંકા હાઉસથી અભિષેક એપાર્ટમેન્ટ, પુરષોત્તમ જિનિંગ મિલ,માનગઢ ચોકથી ઓપેરા હાઉસ, ભાતની વાડીનો રોડ, મિનીબજાર મલ્ટી લેવલ ર્પાકિંગથી મોહનનગર અને રાજહંસ હાઈટ સુધીના વિસ્તારમાં આવતા ડાયમંડના યુનિટ, કતારગામ વિસ્તારમાં નંદુડોશીની વાડી, જેરામ મોરાની વાડી, નગીનદાસની વાડી, કાંસા નગર, ગોતાલાવાડી, લાલ દરવાજા, પટેલે વાડી, કતારગામ દરવાજાથી કાંસાનગર ચાર રસ્તા, બાળાશ્રમથી અલકાપૂરી સર્કલ, ગજેરા સર્કલથી ફુલપાડા વિસ્તારમાં ચાલતા ડાયમંડ યુનિટોને કલસ્ટર જાહેર કરીની સાત દિવસમાં ફરજીયાત બંધ રાખવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. સાથે-સાથે સુરતમાં મહીધરપુરા, લીંબુ શેરી, નાગરદાસ શેરી, હવાડા શેરી, થોભા શેરી, જદાખાડી રોડ, હાટ પાળિયા, ભોજાભાઈની શેરીથી લઇને પાટીદારભવન સુધીના વિસ્તારમાં ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યો છે. તેથી આ વિસ્તારને પણ સાત દિવસ બંધ રાખવાનો આદેશ સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેરનામુ બહાર પાડીને કરવામાં આવ્યો છે. મહ¥વની વાત છે કે, સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરતમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા ૫,૦૫૫ પર પહોંચી ગઈ છે અને કોરોનાના કારણે ૧૬૦ લોકોના મોત થયા છે. કોરોનાના કેસ વધતા સુરત મહાનગરપાલિકાએ ખાનગી હોસ્પિટલના ૫૦% બેડ પણ મહાનગરપાલિકા હસ્તક કર્યા છે. આ હોસ્પિટલમાં તંત્ર દ્વારા રીફર કરવામાં આવેલા દર્દીનો ખર્ચ સુરત મહાનગરપાલિકા દ્વારા ઉઠાવવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.