સાળંગપુર હનુમાનને ભક્તો સ્વહસ્તે લખેલી હનુમાન ચાલીસા અર્પણ કરી શકશે

ગુજરાત
ગુજરાત

અમદાવાદ, હનુમાન જયંતિ ૬ એપ્રિલ ૨૦૨૩, ગુરુવારે છે. ચૈત્ર મહિનાની પૂર્ણિમાએ આ તિથિ ઉજવવામાં આવે છે. હનુમાનને ભગવાન શિવનો ૧૧મો રુદ્ર અવતાર કહેવામાં આવે છે અને તેઓ ભગવાન શ્રી રામના પ્રખર ભક્ત છે. આ દિવસે હનુમાનજીએ વાનર જાતિમાં જન્મ લીધો હતો. હનુમાનજી એવા દેવતા છે જેમને ત્રેતાયુગથી અત્યાર સુધીના સૌથી ઝડપી દેવતા માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે જ્યાં પણ રામ કથા થાય છે ત્યાં હનુમાનજી કોઈને કોઈ સ્વરૂપમાં હાજર હોય છે. હનુમાન જયંતિ પર હનુમાનજીની જન્મ કથા સાંભળવાથી બજરંગબલીના આશીર્વાદ વરસે છે. હનુમાન જયંતિને લઈ સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા ”મારા દાદાને મારી ચાલીસા ” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હનુમાન જ્યંતિ પર્વ નિમિત્તે -સ્વહસ્તે લિખિત શ્રી હનુમાન ચાલીસાનું સામુહિક અભિયાન શરૂ કરાયું છે.

દાદાના ભક્તો સ્વહસ્તે લિખિત શ્રી હનુમાન ચાલીસા પ્રાર્થના સ્વરૂપે દાદાના દરબારમાં મોકલી શકાશે. હનુમાન જયંતિના પવિત્ર દિવસે એ તમામ ચાલીસા પત્રો દાદાના ચરણે ભક્તિ ભાવપૂર્વક સમર્પિત કરી પ્રાર્થના કરવામાં આવશે. મંદિર ના કોઠારી સ્વામી તેમજ શાસ્ત્રી સ્વામીના માર્ગદર્શન હેઠળ કરાયું મારા દાદા ને મારી ચાલીસાનું અભિયાન. હનુમાનજીને કેસરીનંદન અને અંજનાયના પુત્ર કહેવામાં આવે છે, જ્યારે અન્ય માન્યતા અનુસાર, હનુમાનજીના જન્મ પાછળ પવનદેવનું પણ યોગદાન હતું, તેથી તેમને પવનપુત્ર પણ કહેવામાં આવે છે. દંતકથા અનુસાર, ત્રેતાયુગમાં, રાજા દશરથને પુત્ર પ્રાપ્તિ માટે હવન કરવામાં આવ્યો હતો.

હવનની સમાપ્તિ પછી, ગુરુદેવે રાજા દશરથની ત્રણ રાણીઓ કૌશલ્યા, સુભદ્રા અને કૈકેયીને પ્રસાદની ખીર વહેંચી. તે સમયે ખીરનો એક નાનકડો ભાગ એક પક્ષી લઈ ગયું હતું. ઉડતી વખતે તે પક્ષી અંજના દેવીના આશ્રમમાં ગયું. માતા અંજના અહીં તપસ્યા કરતી હતી. તે દરમિયાન પક્ષીના મોંમાંથી ખીર માતા અંજનાના હાથમાં આવી ગઈ. દેવીએ તેને ભોલેનાથનો પ્રસાદ માનીને તેનો સ્વીકાર કર્યો. આ પ્રસાદની અસરથી અને ભગવાનની કૃપાથી માતા અંજનાએ શિવના અવતાર એવા બાળક હનુમાનને જન્મ આપ્યો. તે દિવસે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ હતી. હનુમાન જયંતિના દિવસે બજરંગબલીને ચમેલીના તેલમાં સિંદૂર અર્પણ કરો. અક્ષત, ગુલાબના ફૂલ ચઢાવો. નૈવેદ્યમાં માલપુઆ, ચણાના લોટના લાડુ ચઢાવો. ‘ઓમ હં હનુમતે નમઃ’ નો ૧૦૮ વાર જાપ કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. હવે આરતી પછી ગરીબોને દાન કરો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.