
ગુજરાતમાં એક કરોડથી વધારે કિંમતના લક્ઝરી હોમની ડિમાન્ડ
અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લક્ઝરી હોમની ડિમાન્ડમાં જોરદાર ઉછાળો આવ્યો છે. તેના કારણે ૨૦૨૨થી અત્યાર સુધીમાં લક્ઝરી હોમના લોન્ચિંગમાં પણ ૭૩ ટકાનો વધારો થયો છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથઓરિટી(GujRERA)ના આંકડા પ્રમાણે ગુજરાતમાં એક કરોડથી વધારે કિંમતના રેસિડેન્શિયલ યુનિટની સંખ્યા ઝડપથી વધી છે. ૨૦૨૧માં આવા ૪૭૩૫ યુનિટ લોન્ચ થયા હતા જ્યારે ૨૦૨૨માં લક્ઝરી યુનિટની સંખ્યા ૭૩ ટકા વધીને ૮૨૧૩ થઈ હતી. તેનો અર્થ એવો થયો કે ગુજરાતમાં લોકો મન મુકીને લક્ઝરી મકાનો ખરીદી રહ્યા છે.
છેલ્લા પાંચ વર્ષમાં હાઈ-એન્ડ એપાર્ટમેન્ટ અને લક્ઝરી હોમના નિર્માણનો આ સૌથી મોટો આંકડો છે તેમ ય્ેદ્ધઇઈઇછ દર્શાવે છે. એક્સપર્ટનું કહેવું છે કે કોવિડ પછી મોટા મકાનોની માંગમાં વધારો થયો છે જેના કારણે લક્ઝરી એપાર્ટમેન્ટના લોન્ચિંગ પણ વધ્યા છે. આ ઉપરાંત રિયલ એસ્ટેટના ભાવ પણ વધી ગયા છે.
Credaiનાપ્રેસિડન્ટ-ઈલેક્ટ શેખર પટેલે જણાવ્યું કે જમીનના ભાવમાં વધારો થવાથી અને બાંધકામનો ખર્ચ વધી જવાથી રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટના ભાવમાં લગભગ ૨૦ ટકાનો ઉછાળો આવ્યો છે. તેના કારણે ઘણા મકાનોના ભાવ એક કરોડથી ઉપર જતા રહ્યા છે. સાથે સાથે સમય વીતવાની સાથે લોકોની આકાંક્ષા વધવાથી મોટા અને વધુ સારા હોમ્સની ડિમાન્ડમાં વધારો થયો છે.
વ્યાજના દર વધ્યા હોવા છતાં લક્ઝરી હોમની માંગને અસર નથી થઈ. કોવિડ લોકડાઉન બાદ લોકો વધુ સારી લાઈફસ્ટાઈલ જીવવા માંગતા હોવાથી રેસિડેન્શિયલ રિયલ્ટીની માંગ વધી છે. ક્રેડાઈ અમદાવાદ-ય્ૈરીઙ્ઘના પ્રેસિડન્ટ તેજસ જોશીએ જણાવ્યું કે લોકો વધારે મોટા મકાનોમાં રહેવાનું પસંદ કરે છે. તેના કારણે થ્રી, ફોર અને ફાઈવ બેડરૂમના એપાર્ટમેન્ટ અને મકાનોની માંગમાં વધારો થયો છે. વધતી ડિમાન્ડને પહોંચી વળવા માટે ગુજરાતમાં ૨૦૨૧ પછી એક કરોડથી વધારે કિંમતના ૧૩,૨૭૫ રેસિડેન્શિયલ યુનિટ લોન્ચ થયા હતા જ્યારે ૨૦૮ અને ૨૦૨૦ વચ્ચે આ આંકડો ૧૦,૬૨૧ યુનિટનો હતો.
લક્ઝરી અને કમ્ફર્ટની માંગ વધવાના કારણે ક્લબ ક્લાસ સગવડો જેવા મકાનો મોટી સંખ્યામાં બની રહ્યા છે. તેમાં સ્વિમિંગ પૂલ, જિમ, ચિલ્ડ્રન્સ પાર્ક, ખાસ વોકિંગ ટ્રેક, ગઝેબો અને મિનિ-થિયેટર જેવી સગવડો સામેલ હોય છે. ગુજરાતમાં આવા હાઈ-એન્ડ એપાર્ટમેન્ટ્સમાં એકલા અમદાવાદનો ૫૦ ટકા હિસ્સો છે. લોકોની વધતી ખર્ચપાત્ર આવક અને મલ્ટિનેશનલ કોર્પોરેટ કંપનીઓના આગમન સાથે ગ્રાહકો લક્ઝરી હોમ્સ વધારે પસંદ કરે છે તેમ તેજસ જોશીએ જણાવ્યું હતું.
GujRERAના ડેટા પ્રમાણે કુલ પ્રોજેક્ટમાં હાઈ-એન્ડ યુનિટ્સનો હિસ્સો ૨૦૨૨માં ૧૧.૬ ટકા વધ્યો હતો જ્યારે અગાઉના ત્રણ વર્ષમાં તેની એવરેજ ૬.૫ ટકા હતી. ૨૦૨૨માં લગભગ ૧૪૭૫ પ્રોજેક્ટ લોન્ચ થયા હતા જેમાંથી ૧૭૧ પ્રોજેક્ટમાં મકાનોની કિંમત એક કરોડ રૂપિયા કરતા વધુ હતી. હાઈ-એન્ડ સેગમેન્ટમાં પ્રતિ પ્રોજેક્ટ યુનિટની સંખ્યા પણ વધીને ૪૮ યુનિટ થઈ છે જે અગાઉ પ્રોજેક્ટ દીઠ ૨૧ યુનિટ હતી.