
ચંદ્રગ્રહણને લઈને આવતીકાલે યાત્રાધામ અંબાજીમાં દર્શન બંધ રહેશે
આવતી કાલે એટલે કે 28 ઓક્ટોબરે શરદ પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી અને દ્વારકામાં દર્શન બંધ રાખવામાં આવશે. અંબાજીમાં આવતી કાલે બપોર બાદ મંદિર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે.એટલું જ નહીં અંબાજીમાં માતાજીને દૂધપૌઆનો ભોગ આજે એટલે કે 27 ઓક્ટોબરે ધરાવાશે.જ્યારે ચંદ્રગ્રહણના દિવસે બપોરે 2થી 2.30 કલાકે સાયં આરતી કરવામાં આવશે.તો દ્વારકાધીશ મંદિરમાં પણ 27 ઓક્ટોબરે રાસોત્સવ યોજાશે.જ્યારે સોમનાથ મહાદેવ મંદિરમાં વિવિધ પૂજા બંધ રખાશે.સોમનાથ મહાદેવ મંદિરમાં સાયં આરતી બંધ રહેશે.