વરસાદને કારણે કેરીના પાકમાં નુકસાનની શકયતા, જગતના તાત પર માવઠાનો માર

ગુજરાત
ગુજરાત

નવસારી, હાલ કેરીની સિઝન ચાલી રહી છે. નવસારીમાં પણ છેલ્લા ઘણા સમયથી ખેડૂતો કેરીની ખેતી કરી રહ્યા છે. હાલ તેઓ પરેશાન બન્યા છે, કારણ કે જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટામાં કેરીના પાકનું સંપૂર્ણપણે ચિત્ર બદલી ગયું છે. આ વર્ષે પાકમાં ૭૦% નુકસાન થવાની ભીતી ખેડૂતોને સતાવી રહી છે. નવસારી જિલ્લામાં શિયાળા અને ઉનાળા દરમિયાન લાંબા સમયથી વરસાદ નિયમિત બન્યો છે, જેના કારણે દર વખતે ખેડૂતોએ પરેશાન થવાનો વારો આવતો હોય છે.

ત્યારે હાલ ખેડૂતો જણાવી રહ્યા છે કે, સરકાર નુકસાન ભોગવી રહેલા ખેડૂતોને સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ જણાવ્યું કે, આ વર્ષે વાતાવરણના બદલાવને કારણે કેરી અને ચીકુને વધુ પ્રમાણમાં નુકસાન થયું છે. આ વખતે પણ કેરીની સીઝન મોડી શરૂ થઈ હતી, જે બાદ કુદરતના બીજા ફટકાર સ્વરૂપે વરસાદ છેલ્લા બે દિવસથી જોવા મળતા કેરીમાં ખેડૂતોને મોટું નુકસાન થવાની સંભાવના જોવા મળી રહી છે.

નવસારી જિલ્લાના ખેતીવાડી અધિકારી ડોક્ટર એ આર ગજેરાએ જણાવ્યું હતું કે, મત મુજબ આ વરસાદથી કેરીમાં જીવાત સહિત ફળ માખી ઉત્પન્ન કરશે. આ સાથે જ ચીકુના પાકમાં જે ફૂલ આવી રહ્યા છે, તેમાં ઈયળ સહિત જીવાત ઉત્પન્ન થઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે જે કમોસમી વરસાદ અને વાતાવરણમાં જ બદલાવ જોવા મળતા સૌથી વધુ પાક એવા કેરી અને ચીકુમાં જીવાત અને માખી ઉત્પન્ન થવાની શકયતાઓ સેવાઈ રહી છે. કેરીનો પાક ફેબ્રુઆરીમાં વરસાદ પડતા મોર નુખરણ થયું હતું,

જે બાદ એપ્રિલમાં ફરીવાર વાતાવરણ બદલાવ આવવા સાચી સમીક્ષા સાથે વરસાદ થતાં કેરીના પાક અને તેને ગુણવત્તા પર અસર થઈ હતી. તેના ઉપર રોગ ઉકરવાની સંભાવના છે. આ સાથે માખી ફરકવાનું શરૂ થયું હતું, જેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.