
યાર્ડમાં રોજની ૧૦,૦૦૦ બોરી રાયડાની આવક
અમદાવાદ, બનાસકાંઠા જિલ્લામાં હોળીના પર્વ બાદ માર્કેટ યાર્ડ ફરી ધમધમી રહ્યું છે. અને ખેડૂતો પોતાના રાયડાના પાકને લઈને ડીસા માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ડીસા માર્કેટ યાર્ડમાં સૌથી વધુ રાયડાના નવા પાકની ૧૦ હજાર જેટલી બોરીની આવક નોંધાઈ રહી છે અને પ્રતિ ૨૦ કિલોના ૯૧૧ થી લઈને ૧,૦૧૦ સુધીનો ભાવ નોંધાઈ રહ્યા છે. દસ દિવસની રજા બાદ ફરી અત્યારે માર્કેટ યાર્ડ ખેડૂતો અને વેપારીઓથી ધમધમી રહ્યું છે અને અત્યારે મોટા પ્રમાણમાં ખેડૂતો પોતાના નવા રાયડા પાકને લઈને વેચાણ માટે આવી રહ્યા છે.
ડીસા માર્કેટ યાર્ડમાં દરરોજની રાયડાની ૧૦ હજારથી વધુની બોરીની આવક નોંધાઈ છે. તેમજ પ્રતિ ૨૦ કિલોના ૯૧૧ થી લઈને ૧,૦૧૦ સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં કરા સાથે વરસાદ થવાથી ખેડૂતોને રાયડાના પાકમાં મોટું નુકસાન થવા પામ્યું છે અને જેના કારણે અત્યારે રાયડો મોટાભાગે પલડી જવાથી માર્કેટ યાર્ડમાં તેનો ભાવ મળી રહ્યો નથી. ડીસા માર્કેટ યાર્ડમાં હોળીના મીની વેકેશન બાદ ફરી માર્કેટયાર્ડ ધમધમી રહ્યું છે.
ખેડૂતો પણ પોતાના પાકને લઈને વેચાણ માટે માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે. અત્યારે ડીસા માર્કેટ યાર્ડ સૌથી વધુ રાયડાની આવક ૧૦ હજારથી વધુની બોરીની નોંધાઈ રહી છે. ખેડૂતોને પ્રતિ ૨૦ કિલોના ૯૧૧ થી લઈ ૧,૦૧૦ સુધીનો ભાવ મળી રહ્યો છે. પરંતુ આગામી સમયમાં રાયડાના ભાવમાં વધારો થશે અને રાયડાના પાકની ડીસા માર્કેટ યાર્ડમાં આવક પણ વધવાની શકયતા છે તેમ ડીસા માર્કેટ યાર્ડના સેક્રેટરી અમૃતભાઈ જોશીએ જણાવ્યું હતું.