
વડોદરા જિલ્લામાં વાવાઝોડાએ તબાહી મચાવી
ગઇકાલ સાંજે વાવાઝોડા સાથે પડેલા વરસાદને કારણે વડોદરા જિલ્લાના વાઘોડિયા,સાવલી,પાદરા સહિતના તાલુકાઓના 50થી વધુ ગ્રામ્ય વિસ્તારોમા તબાહી મચી ગઈ છે.જેને કારણે ગ્રામજનો અને વાહનચાલકોને ભારે પરેશાની વેઠવી પડી હતી.જેમા અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાઇ ગયો હતો.જ્યારે વીજળીના થાંભલા અને તાર તૂટવાને કારણે જિલ્લાના 50થી વધુ ગામોમાં અંધારપટ છવાઇ ગયો હતો.ત્યારે વીજ કંપનીએ સાંજ સુધીમા 26 જેટલા ગામોમાં વીજ પૂરવઠો શરૂ કર્યો હતો.ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદને કારણે વાઘોડિયા તાલુકામાં સૌથી વધુ અસર થઇ હતી.જ્યા ૩૦ જેટલા વૃક્ષો ધરાશાયી થવાને કારણે વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા.