નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો

ગુજરાત
ગુજરાત

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમા સપાટી ૧૩૮.૬૨ મીટર નોંધાઇ હતી.જેમાં ઉપવાસમાં વરસાદ ઘટતા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો શરૂ થયો છે.આમ ડેમમાં ચાલુ મહિને તા.૫ના રોજ ૯૪ ટકા પાણીનો સંગ્રહ હતો,જે વધીને તા.૧૨ સપ્ટેમ્બરે ૯૭ ટકા થયો હતો અને તા.૧૬મીએ ૧૦૦ ટકા ભરાઇ ગયો હતો.ત્યારે ડેમના ગેટ છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ખુલ્લા છે.આમ બે દિવસથી ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા વર્તમાનમાં આવક ઘટીને ૧,૦૮,૩૦૦ ક્યુસેક થઇ રહી છે.આમ પાણીની આવક ઘટતા ક્રમશ પાણી છોડવાનું ઓછુ કરવામાં આવી રહ્યું છે.આમ આગામી સમયમાં પાણીની આવક ઘટવાની સંભાવના રહેલી છે.જેના પગલે વડોદરા,ભરૂચ અને નર્મદા જિલ્લાના નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઓસરવાનું શરૂ થયું છે.જ્યારે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં ઘટાડો શરૂ થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.