
અમદાવાદ એરપોર્ટ પરથી સોનું પકડાયુ
અમદાવાદ એરપોર્ટ પર અવારનવાર સોનું પકડાવાની ઘટના સામાન્ય બની ગઈ છે.ત્યારે આજે ફરી અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીની ઘટના સામે આવી છે.જેમાં દુબઈથી આવેલ મુસાફર પાસેથી 3 કિલો સોનુ પકડાયુ છે.આમ એરપોર્ટ પર જ્યારે સ્કેનિંગ કરવામાં આવી રહ્યુ હતુ ત્યારે શંકા જતા તેની તપાસ કરવામાં આવી હતી જેમા તેની પાસેથી 3 કિલો સોનુ મળી આવ્યું હતું.જે પ્રાથમિક તપાસમાં એરપોર્ટના પાર્કિગની કામગીરી કરતાં એક શખ્સની પણ સંડોવણી બહાર આવી છે.અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એકવાર રૂ.2 કરોડનું સોનુ પકડાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આમ આ અંગે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.