
વર્તમાનમાં સુરત મહાપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું
સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું ડ્રાફટ બજેટ રજુ કરવામાં આવ્યું હતું.જેમાં રૂ.7707 કરોડના ડ્રાફટ બજેટમાં વિકાસના કામો માટે રૂ.3519 કરોડની જોગવાઈ કરવામાં આવી છે,જયારે રેવન્યું ખર્ચ માટે રૂ.4188 કરોડ અને રેવન્યુ આવક રૂ.4540 કરોડ થાય તેવો અંદાજ મુકવામાં આવ્યો છે.જેમાં પાલિકાના નવા વિસ્તારો માટે એક્શન પ્લાન બનાવવામાં આવશે.આ સિવાય મનપામા નવા વિસ્તારોમાં પ્રાથમિક સહીતના કામો માટે રૂ.842 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.નવા વિસ્તારની કાયાપલટ કરવાનો નિર્ધાર મનપા દ્વારા કરવામાં આવ્યો છે.જેમાં હદ વિસ્તરણ બાદ સુરત શહેરમાં 2 નગરપાલિકા તેમજ 27 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.આમ લોકોને સારી સારવાર મળી રહે તે માટે પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ કામગીરી કરવામાં આવે તેની જોગવાઈ કરવામાં આવી છે.જેમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની જેમ સ્મીમેર હોસ્પિટલમાં નવું બિલ્ડીંગ બનાવી સારવારની સુવિધા ઉભી કરવામાં આવશે.આ ઉપરાંત સ્મીમેર કોલેજનું એક્સપાન્શન રૂ.210 કરોડના ખર્ચે કરવામાં આવશે.આ ઉપરાંત બજેટમાં લોકોને રાહતદરે વિવિધ યોજનામાં આવાસ મળે તેની જોગવાઈ કરવામાં આવી છે.નવા વર્ષે સુરત પાલિકા 7911 આવાસો બનાવશે.વર્ષે સુરતમાં 60 હજાર પશુને આર.એફ.આઈની ટેગ કરવામાં આવશે.સુરત ત્રિપલ આઈથી ઢોરનું ટ્રેકિંગ કરશે.