ગાંધીધામ-દેહરાદૂન,ગાંધીધામ-અમૃતસર અને ગાંધીધામ-અમદાવાદ ટ્રેન શરૂ થઈ

ગુજરાત
ગુજરાત

વર્તમાનમા કચ્છને રેલવે તંત્ર દ્વારા એકસાથે ત્રણ ટ્રેનની સુવિધા પૂરી પાડવામાં આવી છે.જેમાં સાપ્તાહિક ગાંધીધામ-દહેરાદૂન ટ્રેન શરૂ થતાં હરિદ્વાર જતા યાત્રિકો માટે લાભદાયક બની રહેશે.જેમા પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ખાસ ટ્રેનોને રેલ યાત્રીઓની સેવામાં અમલમાં મુકવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી.આમ આ અંગે જાહેર કરવામાં આવેલી યાદી મુજબ ગાંધીધામ-દહેરાદૂન ટ્રેન નંબર 09457 દર સોમવારે સાંજે 4.15 કલાકે ઉપડશે,જયારે દહેરાદૂનથી ટ્રેન નંબર 09458 સવારે 5.50 ગાંધીધામ માટે ઉપડશે.આ ટ્રેન ગાંધીધામ કંડલામાં વસતા રાજસ્થાન,દિલ્હીના પરપ્રાંતીય લોકોની સાથે હરિદ્વાર જતા સ્થાનિક યાત્રિકો માટે મહત્વની સાબિત થશે.આ સિવાય ગાંધીધામ અમૃતસરની સાપ્તાહિક ટ્રેન દર શુક્રવારે સવારે 6.30 કલાકે ઉપડશે તો ગાંધીધામ-અમદાવાદ-ગાંધીધામ સુપરફાસ્ટ ટ્રેન નંબર 09455 દરરોજ 5 વાગ્યે ઉપડશે.આમ આ તમામ ટ્રેન આગામી તા.23થી વાયા ભીલડી જંકશન પરથી દોડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.