વર્તમાનમાં રાજ્યના કેબીનેટ મંત્રી પોરબંદરના પ્રવાસે પહોચ્યા

ગુજરાત
ગુજરાત

પોરબંદરમાં પાણી પુરવઠા,સિંચાઇ તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તથા પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ વર્તમાનમાં પોરબંદર જિલ્લાની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ પોરબંદર ખાતે સૌપ્રથમ કીર્તિમંદિર ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી.આ તકે જિલ્લા કલેક્ટર અશોક શર્માએ ચરખો અને પુસ્તક અર્પણ કરીને તેમનુ સ્વાગત કર્યું હતું.જેમાં મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મારી પસંદગી કરી એ બદલ મુખ્યમંત્રીનો આભારી છું.પૂજ્ય મહાત્મા ગાંધીજીના જિલ્લાના પ્રભારી મંત્રી થવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.આ સિવાય તેઓએ સિંચાઇ વિભાગનું કોસ્ટલ પ્રોટેક્શન વર્ક ટુ કોમબાટ સી ઇરોઝન ફ્રોમ ઇન્દ્રેશ્વર,ટુ ખારવાવાડ ખાતે આવેલા વિકાસના કામનું નિરીક્ષણ કર્યું હતું.આ દરમિયાન દરિયાના પાણીથી થતાં નુકશાનને અટકાવવા અને ચોપાટીની સુંદરતામાં વધારો કરવા માટે વોક-વેની પ્રગતિ હેઠળની કામગીરીનું પણ નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.જેમાં પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાએ પુર્વ ધારાસભ્ય બાબુ બોખીરીયા,કુતિયાણા નગરપાલિકા પ્રમુખ ઢેલીબેન ઓડેદરા,જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડિયા સહિતના પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.