વર્તમાનમાં ખોડલધામમાં 43 નવા ટ્રસ્ટીઓ જોડાયા

ગુજરાત
ગુજરાત

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજના કુળદેવી ખોડિયાર માતાજીનું ખોડલધામ આવેલું છે.જેના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વર્તમાનમાં 6 વર્ષ પૂર્ણ થયા છે.ત્યારે ખોડલધામનો 7માં પાટોત્સવ નિમિત્તે આજે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગુજરાતના લેઉવા પાટીદાર ધારાસભ્યો મંત્રીઓ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સુતરની હારમાળાથી સ્વાગત કરવામાં આવ્યુ હતું.ત્યારે આ પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ ખોડલધામ ટ્રસ્ટના નવા ટ્રસ્ટી બન્યા છે.આ ઉપરાંત બીજા નવા 43 ટ્રસ્ટીઓની જાહેરાત કરવામાં આવી છે.આ સાથે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શૈક્ષણિક સંકુલ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.આમ ખોડલધામ ટ્રસ્ટમાં રાજકોટ ખાતે જોડાયેલા નવા ટ્રસ્ટીઓની યાદીમાં અનારબેન પટેલ,બીપીનભાઈ પટેલ,મૃગેશભાઇ કાળુભાઈ ઝાલાવાડીયા,જગદિશભાઈ ડોબરીયા (જે.પી ઈન્ફ્રા),ગુણવંતભાઈ ભાદાણી (સ્વાગત 35),દુષ્યંતભાઈ ટીલાળા (રાજન ટેક્નોકાસ્ટ),વી.પી.વૈષ્ણવ (ચેમ્બર પ્રમુખ),ચંદ્રકાંતભાઈ ભાલાળા (બાલાજી મલ્ટીપ્લેક્સ),વિમલભાઈ પાદરીયા (સિદ્ધિ વિનાયક ગ્રુપ),સંજયભાઈ સાકરીયા (આસોપાલવ ગ્રુપ),મનોજભાઈ સાકરીયા (સોપાન ગ્રુપ),રમેશભાઈ પાંભર (ડેકલાઈન ઈન્ડસ્ટ્રીઝા),વિનુભાઈ સરધારા (મારૂતિ ગ્રુપ),કમલનયનભાઈ સોજીત્રા (ફાલ્કન ગ્રુપ),ચંદુભાઈ પરસાણા (શ્રી દિનેશભાઈ પરસાણા),અશોકભાઈ પટેલ (જય ગણેશ ઓટો),પરસોત્તમભાઈ નારાણભાઈ જૈવરીયા,નિરવભાઈ દેવચંદભાઈ ખુંટ,ચતુરભાઈ રામજીભાઈ ચોડવડીયા,દિનેશભાઈ બટુકભાઈ સિયાણી,મનસુખભાઈ નારણભાઈ રાદડિયા,હિમતભાઈ બાબુભાઈ શેલડિયા,ભુપતભાઈ પોપટભાઈ રામોલિયા,ભરતકુમાર ત્રિભોવનદાસ પટેલ,રમેશભાઈ મેસિયા,ઘનશ્યામભાઈ પોપટભાઈ હીરપરા,દિનેશભાઈ ભગવાનભાઈ બાંભણિયા,નાગજીભાઈ નાનજીભાઈ શિંગાળા,સુસ્મિતભાઈ રોકડ,ધ્રુવભાઈ વિનોદભાઈ તોગડીયા,નૈમિષભાઈ રમેશભાઈ ધડુક,રસિકભાઈ મારકણા,કિશોરભાઈ સાવલિયા,નાથાભાઈ મુંગરા,જીતુભાઈ તંતી,નેહલભાઈ પટેલ,પ્રવિણભાઈ વલ્લભભાઈ પટેલ,કલ્પેશભાઈ તંતી,રમેશભાઈ કાથરોટીયા,મનીષભાઈ મંગલપરા,દેવચંદભાઈ કપુપરા,મનસુખભાઈ ઉંધાડ,રસિકભાઈ ઝાલાવાડિયા,પંકજભાઈ નાથાભાઈ ભુવા સહિતના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.