પીઢ પત્રકાર અને સાહિત્યકાર અંતુભાઇ વ્યાસનું નિધન થયું

ગુજરાત
ગુજરાત

ભાવનગરના પીઢ પત્રકાર અને પત્રકારિત્વ ક્ષેત્રે પાંચ દાયકાથી વધુ સમય સુધી સક્રિય રહેલા તેમજ સ્મિતના ઉપનામથી સાહિત્ય સર્જન કરતા અંતુભાઇ વ્યાસનું 90 વર્ષની વયે નિધન થતા પત્રકારિત્વ આલમને મોટી ખોટ પડી છે.જેમા તેઓએ ભાવનગરના અનેક સમાચારપત્રોમાં જર્નાલિસ્ટથી લઇને એડિટર સુધીની જવાબદારી નિભાવી હતી.જેમાં અનેક મેગેઝિનોમાં વિવિધ વિષયોના લેખો તેમજ પુસ્તકો પણ લખ્યા હતા.આમ 17 જુલાઇ,1933ના રોજ જન્મેલા અંનતભાઇ વ્યાસ ભાવનગરના પત્રકારોમાં અંતુકાકાના નામે ઓળખાતા હતા તેઓએ પ.બંગાળમાં ડમડમમાં સાયકોલોજી સાથે બી.એની ડિગ્રી મેળવી હતી.જેમાં 20 વર્ષની વયથી ગુજરાતી સામયિકો, વર્તમાનપત્રોમાં લેખ લખવાનો આરંભ કર્યો હતો અને આજીવન કલમ ચાલુ રાખી હતી.આ સિવાય પત્રકારિત્વની શરૂઆત સમીસાંજ સાંધ્ય દૈનિકથી શરૂ કર્યા બાદ લોકરાજ,પગદંડી,સિટી ન્યૂઝ,સૌરાષ્ટ્ર સમાચાર બાદ ભાવનગરની સંદેશ આવૃત્તિના ચીફ એડિટર તરીકે ઇ.સ.2015 સુધી ફરજરત રહ્યાં હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.