ડીજીપી વિકાસ સહાયે અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીની શુભેચ્છા મુલાકાત લીધી

ગુજરાત
ગુજરાત

વર્તમાનમાં રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશ્નર ઓફિસે આવી પહોચ્યા હતા.આમ ઈન્ચાર્જ ડીજીપી બન્યા બાદની આ તેમની પ્રથમ મુલાકાત હતી ત્યારે તેમના આગમનને પગલે તમામ પોલીસ અધિકારીઓ તેમને આવકારવા ઉભા રહી ગયા હતા.જેમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાથે શુભેચ્છા મુલાકાત બાદ તેઓ પરત રવાના થયા હતા.આમ 1989ની બેચના આઇપીએસ અધિકારી વિકાસ સહાયની ગુજરાતના નવા ઈન્ચાર્જ ડીજીપી તરીકે વર્તમાનમાં નિમણૂક કરવામાં આવી છે.આમ વિકાસ સહાય અલગ-અલગ જગ્યાએ મહત્વની ભૂમિકા પર ફરજ બજાવી ચૂક્યા છે.ત્યારે વર્તમાનમાં તેઓ કરાઇ પોલીસ એકેડેમીમાં ફરજ બજાવે છે ત્યારે તેમને વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.