
આણંદ પોલીસ વડા દ્વારા 43 પોલીસ જવાનોની બદલી કરાઈ
આણંદ જિલ્લા પોલીસવડા પ્રવિણકુમાર દ્વારા જિલ્લામાં બિન હથિયારધારી પોલીસ સબ ઇસ્પેક્ટર તરીકે ફરજ બજાવતા 19 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 43 પોલીસ જવાનોની બદલીના હુકમ કરતા જિલ્લા પોલીસ બેડામાં ઠંડીના સૂસવાટા વચ્ચે ચર્ચાઓની ગરમી વ્યાપી જવા પામી છે.જેમાં આણંદ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.આર.વાળાની આંકલાવ ખાતે,પેટલાદ રૂરલમાં ફરજ બજાતા બી.એમ.માળીની બોરસદ ટાઉન ખાતે,આણંદ ટાઉન ખાતે ફરજ બજાવતા જી.એમ.પાવરની વિદ્યાનગર પોલીસ મથક ખાતે,ખંભોળજ પોલીસમથકે ફરજ બજાવતા પી.આર.ગોહિલની આણંદ ટાઉન ખાતે, વીરસદ ખાતે ફરજ બજાવતા એમ.આર.રાઠોડની ખંભાત શહેર ખાતે,મહેળાવ ખાતે ફરજ બજાવતા એસ.ઓ.ચૌધરીની પેટલાદ ટાઉન ખાતે,એસ.ઓ.જી.શાખામાં ફરજ બજાવતા એન.આર.ભરવાડની મહિલા પોલીસમથક ખાતે,એલ.આઈ.બી કંટ્રોલ એટેચ તરીકે ફરજ બજાવતા ડી.કે.મોરીની કંટ્રોલરૂમ ખાતે આ સિવાય સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા એચ.જી.ચૌધરીની ભાલેજ ખાતે બદલી કરવામાં આવી છે.આ ઉપરાંત ભાદરણ ખાતે ફરજ બજાવતા આર.એમ.ચૌહાણની સાયબર ક્રાઇમ ખાતે,ખંભાત શહેર પોલીસમથકે ફરજ બજાવતા આઈ.આર.દેસાઈની વીરસદ પોલીસમથકે,આણંદ રૂરલ પોલીસમથકે ફરજ બજાવતા પી.કે.સોઢાની એસ.ઓ.જી શાખામાં,ખંભાત શહેર પોલીસ ખાતે ફરજ બજાવતા એન.આર.ભરવાડની મહિલા પોલીસમથકે,ખંભાત રૂરલ પોલીસમથકે ફરજ બજાવતા એમ.એમ.જુજાની મહેળાવ પોલીસમથકે,શહેર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા પી.કે. મંડોરાની વિદ્યાનગર ખાતે,મહિલા પોલીસમથકે ફરજ બજાવતા એસ.ડી.પટેલની ખંભાત શહેર ખાતે,બોરસદ શહેર પોલીસમથકે ફરજ વેચાતા એમ.બી.ચાવડાની ખંભાત રૂરલ ખાતે,વિદ્યાનગર ખાતે ફરજ બજાવતા જી.બી.રાઠોડની મહિલા પોલીસમથકે તથા ભાલેજ ખાતે ફરજ બજાવતા એ.એસ.શુકલની વિદ્યાનગર ખાતે બદલી કરવામાં આવી છે.આ ઉપરાંત જિલ્લાના વિવિધ પોલીસમથકોમાં ફરજ બજાવતા એએસઆઈ,હેડ.કોન્સ્ટેબલ,ડ્રાઇવર કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ જેટલા 43 પોલીસ જવાનોની બદલી કરવામાં આવી છે.