
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવી
અમદાવાદમાં સ્વસ્છતાને લઈને ફરીવાર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે.જેના અંતર્ગત શહેરમાં ચાની કિટલીઓ પર પેપર કપમાં ચા પર પ્રતિબંધ કર્યા બાદ વર્તમાન સમયમાં તંત્ર દ્વારા ચા પાર્સલ કરવા માટે આવતી પ્લાસ્ટિકની પોટલીઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે અંગે એ. એમ. સી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ચાની કીટલી પર 60 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મુકવામાં આવશે કારણ કે 60 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિક બેગનું ડીકમ્પોસ કરવું અધરું છે અને તેનાથી વધુ પ્રદુષણ ફેલાય છે.આ બાબતને ધ્યાને લઇ તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.આ ઉપરાંત પાનના ગલ્લા પર ગુટખાની પડીકીઓ ફેંકવાથી કચરો વધુ થતો હોવાથી ચાની કિટલી અને પાનના ગલ્લાઓ સામે કાર્યવાહી કરવાનું તંત્રએ નક્કી કર્યું છે.આમ શહેરમાં એક અંદાજ મુજબ 20 લાખથી વધુ પેપર કપ રોડ પર ફેંકવામાં આવે છે.જેને કારણે ડ્રેનેજ સિસ્ટમમાં સૌથી મોટી ખામી ઉભી થાય છે ચોમાસામાં ડ્રેનેજમાં પાણીનો પ્રશ્ન પણ ઉભો થાય છે તે ઉપરાંત પાનના ગલ્લા પરથી ગુટકાની પડીકીઓ સહિત મોટા પ્રમાણમાં કચરો નીકળે છે. જેના કારણે કેટલીકવાર ગટર-લાઈનો ચોકઅપ થાય છે ત્યારે આગામી સમયથી જો કોઈએ આવી પડીકીઓ કે પેપરના કપ રસ્તા પર નાંખ્યા હશે તો તેમની સામે કાર્યવાહી કરાશે.