અલંગ ઉદ્યોગમાં મંદી જોવા મળી
ગ્રીન અને ઈકો ફ્રેન્ડલી અલંગ શિપ રિસાયકલીંગ ઉદ્યોગ જુલાઈ માસમાં ભયંકર મંદીમાંથી પસાર થઈ રહયો છે.જેમાં પાછલા ચાર વર્ષના જુલાઈ માસમાં આ વર્ષે જહાજની આવક સાવ તળિયે પહોંચી ગઈ હોય છે.જેમાં ત્રણ જ જહાજ ભંગાવવા માટે અલંગના દરિયે બીચ થયા છે. તેમાં પણ એક પેસેન્જર શિપ તો જૂન માસમાં અલંગ પહોંચી ગયું હતું.પરંતુ જુલાઈમાં પ્લોટ ખાતે બીચ થતા એક જહાજની સંખ્યા વધી હતી.અલંગ શિપબ્રેકીંગ યાર્ડ માટે નવું નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ કઠણાઈભર્યું શરૂ રહ્યું છે.આ સિવાય એપ્રિલ માસમાં ૨૦ શિપ અલંગ આવ્યા બાદ મંદીના મોજામાં શિપબ્રેકીંગ ઉદ્યોગ હાલક-ડોલક થવા લાગ્યો હતો. મે માસમાં ૧૬,જૂનમાં ૧૨ શિપ અલંગ ખાતે બીચ થયા બાદ જુલાઈમા ભયંકર મંદી હોય તેમ જુલાઈ માસમાં ૨૪૧૯૮.૭૦ એલડીટીના માત્ર ૦૩ શિપ અલંગના દરિયાકાંઠે લાંગર્યા છે.આમ છેલ્લા ચાર માસમાં 51 શિપ અલંગમાં ભંગાણઅર્થે આવ્યા છે.