વર્તમાન સમયમાં અમદાવાદમાં વરસાદ પડ્યો
ગુજરાતમાં 12 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.ત્યારે આજ સવારથી જ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.ત્યારે ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદ પડવાની સંભાવના છે.જેમાં ત્રીજી અને ચોથી ઓગસ્ટના રોજ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે.જ્યારે પાંચમી ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે.અમદાવાદમાં સવારથી જ વરસાદ શરૂ થયો હતો.જેમાં શહેરના નરોડા,વસ્ત્રાલ,મણિનગર,મકરબા,પ્રહલાદનગર,વટવા,ઈસનપુર સહિતના વિસ્તારોમા વરસાદ વરસ્યો છે.રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 4 ઓગસ્ટ સુધીમાં 68.3 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.રાજ્યમાં 33 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.જયારે 48 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે,35 જળાશયોમાં 50 ટકાથી 70 ટકાની વચ્ચે,38 જળાશયોમાં 25 ટકાથી 50 ટકાની વચ્ચે,52 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે.આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો,મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો,કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.