
વર્તમાનમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર મલ્ટીલેવલ પાર્કિંગ બન્યુ
આગામી સમયથી અમદાવાદના નાગરિકોને શહેરના સૌથી મોટા મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા મળશે.રિવરફ્રન્ટ ઉપર અંદાજે રૂ.60 કરોડના ખર્ચે પાર્કિંગ સુવિધા તૈયાર થઈ ગઈ છે.જેને આગામી 15 માર્ચે ખુલ્લું મુકવામાં આવશે.સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા ઈવેન્ટ ગ્રાઉન્ડની સામેની બાજુ સ્માર્ટ પાર્કિંગની સુવિધા તૈયાર કરવામાં આવી છે.જ્યાં 1000 કાર માટેના પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે.અમદાવાદના રિવરફ્રન્ટ પર 8 માળનું મલ્ટીલેવલ પાર્કિંગ શરૂ થતાં પાર્કિંગની સમસ્યાથી રાહત મળશે.જ્યાં ઇલેક્ટ્રિક કાર માટે અલગથી પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે.જેમા પાર્કિંગ ચાર્જ ઓનલાઈન તેમજ રોકડ પણ ચૂકવી શકાશે.