વર્તમાનમાં અમદાવાદ મનપા દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું

ગુજરાત
ગુજરાત

આજે એ.એમ.સીના મ્યુનિસિપલ કમિશ્નર એમ.થેન્નારસને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ 2023-24નુ રૂ.8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કર્યું હતું.જેમા 10 વર્ષ બાદ બજેટમાં પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે.જ્યારે પાણી અને કોન્ઝર્વન્સી વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.આ ઉપરાંત શહેરમાં પ્રદૂષણને રોકવા માટે નવા એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવાનું કમિશનરે સૂચન કર્યું છે.આ સિવાય ડોર ટુ ડોર સ્વચ્છતા તરીકે યુઝર ચાર્જ વધારીને ડબલ કરી દેવામાં આવ્યો છે.જેમાં પ્રોપર્ટી ટેક્સમાં 10 વર્ષ બાદ વધારો કરવામાં આવ્યો છે ત્યારે તેમાં રહેણાંક મિલ્કતો માટે પ્રતિ ચોરસ મીટર રૂ.7નો વધારો કરી રૂ.23 કરાયા,જ્યારે કોમર્શિયલ મિલ્કતો માટે પ્રતિ ચોરસમીટર રૂ.9નો વધારો કરી રૂ.37 કરવામાં આવ્યા છે.આ સિવાય શહેરીજનો પબ્લિક ટ્રાન્સપોર્ટ નથી વાપરતા અને પોતાના વાહનોનો ઉપયોગ કરતા હોવાથી પ્રદૂષણ ફેલાતું હોવાથી આ યુઝર ચાર્જ લેવાનું કમિશનરે સૂચન કર્યું છે.જેમાં રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટર રૂ.5થી લઈ અને રૂ.3000 અને બિન રહેણાંક મિલકતોમાં રૂ.150થી લઇ અને રૂ.7000 સુધીનો ચાર્જ લેવાનું સૂચન કરાયું છે.આમ શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્રીકરણ સેવાના ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે.જેમાં રહેણાંક મિલ્કતો માટેના વર્તમાન રૂ.1 પ્રતિ દિવસના રૂ.2 પ્રતિ દિવસ કરાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.