
વર્તમાનમાં કૃષિ વિભાગ દ્વારા વર્કશોપ યોજવામાં આવ્યો
વર્તમાન સમયમાં રાસાયણિક ખેતીનો ઉપયોગ વધી રહ્યો છે.ત્યારે ખેડૂતો ઓર્ગેનિક ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને સાથે રાખીને વર્કશોપ યોજવામાં આવ્યો હતો.જેમાં કૃષિ વિભાગના નિષ્ણાત તેમજ સિનિયર અધિકારીઓ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સમજણ આપવામાં આવી હતી તથા રાસાયણિક ખેતીના ગેરફાયદા અંગે સમજ આપી હતી.ખેડૂત તાલીમ કેન્દ્ર સાબરમતી ખાતે અમદાવાદ,આણંદ,ગાંધીનગર તેમજ ખેડા સહિતના 4 જિલ્લાના ખેડૂતો માટે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં તાલીમ કામગીરી સાથે સંકળાયેલા નિષ્ણાત અધિકારીઓ અને 40 ખેડૂતોએ ભાગ લીધો હતો.આ વર્કશોપમાં પ્રાકૃતિક ખેતી અને ઈન્ટરનેશનલ મિલેટ અંગે સમજ આપવામાં આવી હતી.જેમાં આત્મા પ્રોજેકટના નાયબ નિયામક પી.બી.ખીસ્તરિયા,હર્ષ પાટીલ સહિતના લોકો હાજર રહ્યા હતા.જેમા ખેડૂતોને વધુ પડતી રસાયણિક ખેતીથી જર,જમીન અને માનવ સ્વાસ્થ્ય માટેના નુકસાન અંગે સમજણ આપવામાં આવી હતી.