તાઉતે વાવાઝોડામાં નુકસાન પામેલા પાક અને ઝાડને નવજીવન અપાશે

ગુજરાત
ગુજરાત

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં તાઉતે વાવાઝોડાનાં પરિણામે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતનાં સમુદ્રકાંઠા વિસ્તારોમાં નુકસાન પામેલા બાગાયતી પાકોનાં ઝાડ એ જ સ્થળે પુન:સ્થાપિત કરવાનો એટલે કે રિ-ઈન્સ્ટોલ કરવા માટેની વિગતો જાહેર કરી હતી.જેમાં 25 થી 30% બાગાયતી પાકો-વૃક્ષો બચાવી લેવાની યોજના ઘડવામાં આવી છે.જેના માટે ચાર કૃષિ યુનિવર્સિટીઓનાં 258 વૈજ્ઞાનિકો 1200 અસરગ્રસ્ત ગામોનાં 11 હજાર ખેડૂતોને મદદ તેમજ માર્ગદર્શન પૂરું પાડીને રી-ઈન્સોલેશન કરવામાં આવશે.

આમ લગભગ 5 લાખથી વધુ ફળાઉ વૃક્ષ રિ-ઈન્સ્ટોલ કરવાની યોજનામા કામ કરવામાં આવશે.તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં આંબા,નાળિયેરી,લીંબુ,ચીકુ,કેળ,દાડમ જેવા બાગાયતી પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.જેમાં મૂળમાંથી ઉખડી ગયેલા,નમી પડેલા કે થડ ફાટી ગયેલા બાગાયતી વૃક્ષોને પુન:સ્થાપિત કરી શકાય તે માટે ખેડૂતોને મદદરૂપ થવા અને માર્ગદર્શન આપવા સૂચન કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.