કોરોના વાઈરસથી રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૧૭ વ્યક્તિના મોત

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થયા બાદ હવે ધીરે ધીરે કાબુમાં આવી રહી છે. ગુજરાતમાં હવે કોરોનાના કુલ કેસ કરતા રિકવર થઇ રહેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં કોવિડ ૧૯થી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. આજે ૧૪,૯૩૧ દર્દીઓ સાજા થયા છે. નવા ૧૧,૫૯૩ કેસ જ આવ્યા છે. આજે કુલ ૨,૦૭,૭૦૦ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૫,૪૭,૯૩૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ ૭૯.૧૧ ટકાએ પહોંચી છે. અત્યાર સુધીમાં કુલ ૧,૦૩,૯૪,૧૫૦ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૩૩,૫૫,૧૮૫ લોકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આ પ્રકારે કુલ ૧,૩૭,૪૯,૩૩૫ રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા. આજે ૧૮થી ૪૪ વર્ષ સુધીનાં ૨૯,૮૧૭ વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમ જ૬૦ વર્ષ વધારે વયના અને ૪૫થી ૬૦ વર્ષનાં કુલ ૩૫,૧૮૦ વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને ૧,૩૨,૪૬૬ વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે.

વાસદ નજીક ફાજલપુર ગામમાં રહેતા મહેશ ચીમનભાઇ સોલંકીની પુત્રીના લગ્ન પાદરા તાલુકાના બામણશી ગામમાં નક્કી થયા હતા. લગ્નના રિતરિવાજાે નક્કી કરવા માટે દસેક દિવસ પહેલાં મહેશભાઇ અને તેમના માતા ગંગાબેન સોલંકી બામણશી ગામમાં રહેતા ભાણેજ જમાઇ પરેશભાઇ પઢિયારને ત્યાં ગયા હતા. જ્યાં બંને માતા અને દીકરાની અચાનક તબિયત બગડી હતી અને કોરોનાનો રિપોર્ટ કરાવતા તેઓ પોઝિટિવ આવ્યાં હતા. જાેકે, તે બંનેની પરિવારે ઘણી સેવા કરી હતી. પરંતુ દસ દિવસની સારવાર બાદ મહેશભાઇનું મોત નીપજ્યું હતું. પુત્રની અંતિમક્રિયા બાદ માતાએ પણ પ્રાણ છોડ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.