વડોદરામાં મહિલાઓ કરતા પુરૂષોમાં કોરોનાનું સંક્રમણ ડબલ, ૧૧૧ દિવસમાં ૩૪.૯૦ ટકા સંક્રમિત મહિલાઓની સામે ૬૫.૧૦ ટકા પુરૂષો કોરોનાગ્રસ્ત થયા.

ગુજરાત
corona
ગુજરાત

વડોદરા શહેરમાં કોરોના વાઈરસનું સંક્રમણ મહિલાઓ કરતા પુરૂષોમાં ડબલ જોવા મળ્યું છે. વડોદરામાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના વાઈરસના કુલ ૨૭૮૫ પોઝિટિવ કેસમાંથી ૬૫.૧૦ ટકા પુરૂષો કોરોનાના સંક્રમિત થયા છે. જ્યારે માત્ર ૩૪.૯૦ ટકા જ મહિલાઓ કોરોના સંક્રમિત થઇ છે.

વડોદરા શહેરમાં કોરોના વાઈરસનો પ્રથમ કેસ ૨૦ માર્ચના રોજ નોંધાયો હતો. આમ છેલ્લા ૧૧૧ દિવસથી વડોદરા શહેરમાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે. જોકે આ દરમિયાન પુરૂષોની સરખામણી મહિલાઓ કોરોનાના સંક્રમણથી બચતી જોવા મળી છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોનાના કુલ ૨૭૮૫ પોઝિટિવ કેસમાંથી ૧૮૧૩ પુરૂષ કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે ૯૭૨ મહિલામાં જ કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. આમ પુરૂષોની સામે અડધી મહિલાઓ જ કોરોના વાઈરસથી સંક્રમિત થઇ છે.

વડોદરામાં ઉંમર પ્રમાણે વાત કરીએ તો ૨૧થી ૫૦ વર્ષની ઉંમરના ૧૩૭૩ યુવાન કોરોનો સંક્રમિત થયા છે. એટલે કે ૪૯ ટકા જેટલા યુવાનો કોરોના સંક્રમિત થયા છે. ૫૧થી ૬૦ વર્ષના ૬૦૯ લોકો કોરોના વાઈરસનો શિકાર બન્યા છે. એટલે કે, ૨૧.૮૬ ટકા આધેડ ઉમરના લોકો સંક્રમિત થયા છે. ૬૧થી ૧૦૦ વર્ષની ઉંમરના ૬૭૧ વૃદ્ધ કોરોના સંક્રમિત થયા છે. આમ ૨૪.૦૯ વૃદ્ધો કોરોના સંક્રમિત થયા છે. સૌથી ઓછા ૦થી ૨૦ વર્ષના બાળકો ૧૩૨ બાળકો કોરોનાગ્રસ્ત થયા છે એટલે કે માત્ર ૪.૭૩ ટકા બાળકો કોરોના સંક્રમિત થયા છે.

વડોદરામાં કોરોના વાઈરસના માત્ર ૭૦૯ એક્ટિવ કેસ છે. જેમાંથી ૧૧૭ દર્દી ગોત્રી હોસ્પિટલમાં, ૯૭ દર્દી સયાજી હોસ્પિટલમાં, ૨૫૭ દર્દી ખાનગી હોસ્પિટલમાં અને ૧૭ દર્દી કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહ્યા છે, જ્યારે ૨૨૧ દર્દી હોમ આઇસોલેશનમાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.