ભારતમાં પ્રાણીઓ સુધી પહોંચ્યો કોરોના, હૈદરાબાદના ZOOના 8 સિંહ કોવિડ પોઝિટિવ

ગુજરાત
ગુજરાત 76

ભારતમાં કોરોનાની બીજી લહેરમાં પ્રાણીઓમાં કોરોના ફેલાયો હોવાનું સામે આવ્યું છે. હૈદરાબાદના નેહરુ જૂલોજિકલ પાર્કમાં 8 સિંહ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. ઝુના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. સિંહના સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યા છે જો કે સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજીએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી.

જાણવા મળ્યાનુસાર સીસીએમબી આ 8 સિંહોના સેમ્પલના જીનોમ સીક્વેંસિંગ વડે વિસ્તૃત તપાસ કરશે અને જાણશે કે આ વાયરલ માણસોમાંથી ફેલાયો છે કે કેમ. આ સાથે જ સિંહની સારવાર શરુ કરવામાં આવી છે. અધિકારીઓ સિંહના સીટી સ્કેન પણ કરાવી શકે છે.

આ પહેલા સામે આવ્યું હતું કે પ્રાણીઓમાં લક્ષણો જણાયા હતા ત્યારબાદ તેમને આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા અન્ય દેશોમાં પણ પ્રાણીઓમાં કોરોનાની પુષ્ટિ હતી. પરંતુ ભારતમાં આ પહેલો કેસ છે.

24 એપ્રિલે ઝૂના કેરટેકર્સના ધ્યાનમાં આવ્યું કે સિંહને ઉધરસ, નાકમાંથી પાણી નીકળવું, ભૂખ ન લાગવી જેવા લક્ષણો જણાય છે. આ વાતની જાણ તેમણે અધિકારીઓને કરી અને સિંહોના સ્વેબ સેમ્પલ લેવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.