અમદાવાદમાં ફરી રહ્યાં છે કોરોના જીવતા બોમ્બ, માસ્ક વિનાના 958 લોકોના ટેસ્ટમાં આટલા આવ્યા પોઝિટીવ

ગુજરાત
ગુજરાત 83

અમદાવાદમાં કોરોનાના કેસોનો આંકડો રોકેટગતિથી આગળ વધી રહ્યો છે. આ સ્થિતિમાં મોં પર માસ્ક, એકબીજા વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ રાખવું, વારંવાર સાબુથી હાથ ધોવા કે સેનેટાઇઝરનો ઉપયોગ કરવાની સલાહ ડોકટરો અને અધિકારીઓ બન્ને આપે છે. આ માટે સરકારે પણ ભરપુર પ્રચાર કર્યો હોવા છતાં હજુય એવા કેટલાય લોકો છે, જે માસ્ક પહેરવામાં બેદરકારી દાખવે છે. છેલ્લા પાંચ દિવસમાં આવા ૯૫૮ લોકોના ટેસ્ટ કરાતા તેમાંથી ૪૭ પોઝિટિવ નીકળ્યા છે.

આ અંગેની વિગતો એવી છે કે દિવાળીના તહેવારો બાદ ફરી કેસોમાં વધારો થવા માંડતા મ્યુનિ. તંત્રએ માસ્ક નહીં પહેરનારાઓ સામે ઝુંબેશ હાથ ધરી છે. જેમાં માસ્ક નહીં પહેરેલી વ્યક્તિને તેનાં નજીકના ડોમમાં કોરોનાનો રેપિડ ટેસ્ટ કરાવવામાં આવે છે. એ જો પોઝિટિવ હોય તો તેમને સમરસ હોસ્ટેલના કોવિડ સેન્ટરમાં દાખલ કરી દેવામાં આવે છે અને રિપોર્ટ નેગેટિવ હોય તો તેનો રૂા. ૧૦૦૦નો દંડ કરવામાં આવે છે.

મ્યુનિ.ના સાતેય ઝોનમાં સોલીડવેસ્ટ વિભાગની ટીમો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૩૧૪ અને પૂર્વઝોનમાં સૌથી ઓછા ૬૮ લોકો માસ્ક વગરના ઝડપાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.