મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં કોરોનાનો હાહાકારઃ સાતનાં મોત, રોજના 100થી વધારે આવી રહ્યાં છે કેસ

ગુજરાત
ગુજરાત

ઉત્તર ગુજરાતમાં દિવાળી બાદ કોરોના સંક્રમણની બીજી લહેર કુદકેને ભુસકે વધવા લાગી છે. છેલ્લા સપ્તાહની કોરોનાનો આંક ૧૦૦થી પાર જવા પામ્યો છે. તેમજ સંક્રમિતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર મુક્તિધામમાં કોરોનાગ્રસ્ત સાત દર્દીઓની અંતિમવિધિ કરવામાં આવી હતી. જોકે ઠંડીની મૌસમ શરૃ થતાં કોરોના વકર્યો છે. મહેસાણા જિલ્લામાં ૩૦, પાટણ-૪૬ કેસ નોંધાયા છે.

મહેસાણા જિલ્લામાં ૨૪મી નવેમ્બર સુધીમાં ૨૩,૭૨૩ના સેમ્પલ લેવાયા હતા. જે પૈકી ૨૧,૮૭૯નો રિપોર્ટ નેગેટીવ આવેલ છે. આજે ૨૯૮નુ રિઝલ્ટ આવેલ છે જે પૈકી ૨૨૮નો રિપોર્ટ નેગેટીવ જોવા મળ્યો છે. સરકારી લેબમાં ૨૦ તથા ખાનગી લેબમાં ૧૦ કોરોના દર્દીઓ નોંધાયા જ્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૫-૧૫ કેસ નોંધાયેલા છે. ૧૭ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે. જ્યારે કોરોના એક્ટીવ આંક ૪૨૭ થવા પામ્યો છે. મંગળવારે નોંધાયેલ ૩૦ કેસ પૈકી મહેસાણા શહેર-૯, તાલુકા-૫ તથા વિસનગર-૩ વિસનગર તાલુકા-૪, ઊંઝા, ખેરાલુ, વિજાપુર, કડીના અલદેસણ, ઘટીસણા, વિજાપુરના કુકરવાડા, ટીટોદણ અને દેવપુરામાં કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. જાણવા મળતી માહિતી પ્રમાણે સિદ્ધપુર મુક્તિધામમાં મંગળવારના રોજ અંતિમવઇધિ કરવામાં આવેલ તે પૈકી ૭નો રિપોર્ટ કોરોના પોઝીટીવ હોવાનું જણાયેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.