ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવમાં સતત વધારો એક જ દિવસ માં ત્રણના મોત
ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવમાં સતત વધારો થયો છે. રાજકોટ, દ્વારકા અને જામનગર હાર્ટ એટેકનો બનાવ બન્યો છે. જામનગરમાં MBBSમાં અભ્યાસ કરતાં કિશન માણેકને જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવ્યો છે. યુવકને એટેક આવ્યો ત્યારના CCTV પણ સામે આવ્યા છે. હાર્ટ એટેક આવતા યુવક ઢળી પડ્યો અને તરત જ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ કમનસીબે યુવકને બચાવી ન શકાયો અને મૃત્યુ થઈ ગયું. તો રાજકોટ અને દ્વારકામાં બે લોકોને હાર્ટ એટેક આવ્યો છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં ફરજ બજાવનાર 39 વર્ષીય દિલીપ જાડાનું મૃત્યુ થયું, જ્યારે દેવભૂમિ દ્વારકામાં 21 વર્ષની યુવતી મોતને ભેટી છે. ખંભાળિયાના હર્ષદપુર વાડી વિસ્તારમાં રહેતી યુવતીના મૃત્યુથી પરિવારમાં શોક ફેલાયો છે. ગુજરાતમાં હાર્ટ એટેકના કેસમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધારો થયો છે.