રાજકોટમાં કોરોનાનો રાફડો ફાટ્યો, કોવિડ હોસ્પિટલમાં એક દિવસમાં 21 દર્દીના મોત

ગુજરાત
ગુજરાત 64

રાજકોટમાં સતત વધતા કોરોના કેસોને લઈ રાજકોટ તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં એન્ટ્રી થતા તમામ જગ્યાએ એન્ટીજન ટેસ્ટ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જોકે હલતો રાજકોટ શહેર અને જિલ્લામાં એક દિવસના 150 આસપાસ કેસ આવી રહ્યા છે તો બીજી બાજુ મોતના આંકડા પણ ચિંતાજનક છે ત્યારે તંત્ર ક્યારે કોરોના સામે જંગ જીતવા કવાયત હાથ ધરી છે.

રાજકોટમાં કોરોના મહામારી ખુબ જ વકરી રહી છે. અહિં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ સતત પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. રાજકોટમાં મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ આંકડાઓ પર ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો પણ થઇ રહ્યા છે.

રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા તેને કંટ્રોલમાં લેવા માટે રાજ્યના આરોગ્ય સચિવ પોતે શહેરની મુલાકાતે હતા અને તેમણે અમદાવાદના તબીબોની ટીમને પણ શહેરની કોવિડ હોસ્પિટલોમાં ખડકી દીધી હતી છતા અહિં કોરોના કંટ્રોલમાં આવી રહ્યો નથી. ત્યારે રાજકોટમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓ પણ યોગ્ય સારવાર નહી મળવાની બૂમો પાડી રહ્યા છે. ત્યારે રાજકોટથી વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે અહિં એક દિવસમાં કોવિડ હોસ્પિટલમાં વધુ 21 દર્દીના મોત થતા હાહાકાર મચી ગયો છે.

રાજકોટ શહેરમાં કોરોના કહેર યથાવત છે દિવસે ને દિવસે કોરાના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટ વધુ 21 દર્દીઓના કોવિડ હોસ્પિટલમાં મોત નિપજ્યા છે. અહિં તમને જણાવી દઇએ કે, ગઈકાલે 23 દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં મોત થયા હતા. રાજકોટ જિલ્લામાં જિલ્લામાં કોરોનાનો કહેર બેફામ છે. મોત અંગે અંતિમ નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે છતાં સંવેદનાપૂર્ણ રીતે આ મહામારીને કાબુમાં લેવાને બદલે મૃત્યુઆંક છૂપાવવાની જે નિષ્ઠુર ચેષ્ટા થઈ રહી છે તેને સ્મશાનોના નોંધાયેલા ચોંકાવનારા આંકડાઓએ ઉઘાડી પાડી દીધા છે. છતા સરકાર આ મામલે કંઇ ગોલમાલ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.