વડોદરામાં ચાલુ કલાસે વર્ગખંડની દીવાલ ધરાશાયી, ડરામણા દ્રશ્યો CCTVમાં કેદ

ગુજરાત
ગુજરાત

ગઈકાલે વડોદરામાંથી હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. વડોદરા સ્થિત આવીલી શ્રી નારાયણ વિ્દ્યાલયના વર્ગખંડની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. જો કે, ઘટના સર્જાતા 6 જેટલા વિદ્યાર્થીઓ પછડાયા હતા જ્યારે 2 વિદ્યાર્થીને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. હાલમાં આ સમગ્ર ઘટનાનાં ડરામણા CCTV દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જો કે, આ ઘટના બાદ DEO દ્વારા સ્કૂલને સોમવાર સુધી બંધ કરાવાઈ છે. અને સ્કૂલનો બાંધકામનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ ફરી એન્જિનિયર મારફતે કરાવવા પાલિકાએ નોટિસ આપી છે.

સમગ્ર દ્રશ્ય જોતા એક નહિ પણ અનેક સવાલો આ દ્રશ્ય પાછળ ઉઠી રહ્યા છે. જેમાં સૌથી અગત્યનો સવાલએ છે કે શું આ બાળકોના જીવન સાથે બનેલી ઘટના કેટલી ગંભીર છે અને સંપૂર્ણ બાબત પાછળ કયા કારણો જવાબદાર છે. અહિ તપાસનાં વિષયમાં અનેક બાબતો તપાસનાં દાયરામાં આવશે જે સૌ કોઈ જાણી શકે છે, પરંતુ ખરેખર સરકાર અને શિક્ષણ વિભાગ આ બાબતમાં ગંભીર તપાસ કરી કોઈ ચોક્કસ પગલા લેશે કે પછી અનેક વખતની જેમ આને પણ એક અકસ્માત સમજી માત્ર તપાસનાં કાગળો ચીતરી દેવામાં આવશે.

આમ જોવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં આવા અનેક બનાવો બની ચુક્યા છે જેના પગલા હજુ પણ અકબંધ છે. અને જેને ખરેખર પોતાના ખોયા છે તે રડી આંખે પોતાના ખોવાનો અફસોસ જતાવી ભીની આંખે કપાઈ ગયેલા કાળજે સરકાર પાસે દોષીઓને દાખલ રૂપ સજા થાય તેવી માંગ કરતા આપણે સૌ કોઈ જોઈ રહ્યા છીએ. ત્યારે આ વડોદરાની ઘટનામાં બાળકોનાં જીવનની કેટલી ગંભીરતા સાથે સરકાર પગલા લે તે હવે જોવું રહ્યું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.