મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ – રાજકોટ હાઇવે પર ચાલતા વિવિધ માર્ગ વિકાસકામોનું નિરીક્ષણ કર્યું

ગુજરાત
ગુજરાત

મુખ્યમંત્રી અને મુખ્ય સચિવે માર્ગ મકાન સચિવ સંદિપ વસાવાને સાથે રાખીને લીંબડી- બગોદરા વચ્ચે ચાલતા 6 માર્ગીય રસ્તાના ડામર કામનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી. તેમણે બગોદરા તારાપુર 6 લેન માર્ગ અન્વયે અરણેજ ખાતે બની રહેલા બ્રિજના કામોની પણ મુલાકાત લીધી હતી.

ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રાજકોટ ધોરીમાર્ગ ને 6 લેન કરવાના પ્રગતિ હેઠળના કામોના સ્થળ નિરીક્ષણ અને ગુણવત્તા વગેરેની જાત માહિતી મેળવવા ના હેતુસર મોટર માર્ગે આ રૂટ પર નીકળ્યા હતા અને જુદા જુદા સ્થળોની માર્ગ નિર્માણ કામગીરી નિહાળી હતી તથા આ કામગીરી સાથે સંકળાયેલા ઇજનેરો અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.