ચરોતર પંથકમાં રવિ પાક માટે નહેરોમાં પાણી છોડવામાં આવશે

ગુજરાત
ગુજરાત

શિયાળાની ઋતુના પ્રારંભ સાથે ધરતીપુત્રો રવિ પાકની વાવણીના કાર્યમાં જોતરાયા છે. ત્યારે ચરોતરની નહેરોમાં આગામી 29 નવેમ્બરથી પાણી છોડવામાં આવનાર હોવાથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. ચરોતર પંથકમાં શિયાળાની સિઝન દરમ્યાન ઘઉં,રાયડો,તમાકુ,ચણા અને રાજગરો જેવા ખેતીપાકો કરવામાં આવતા હોય છે. ત્યારે ઘઉં અને તમાકુના પાકને પાણીની વધુ જરૂર પડતી હોવાથી નહેરોમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને સિંચાઈમાં રાહત થતી હોય છે. ચાલુ વર્ષે દિવાળી પહેલાથી નહેરોમાં પાણી છોડવાનું બંધ કરી દેવાતા કેટલીક નહેરોમાં પાણી છે. પરંતુ આ પાણી સિંચાઈ માટે પુરતુ ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ચરોતરના ખંભાત અને તારાપુર તાલુકામાં ઘઉંની વાવણી માટે પાણીની જરૂરીયાત પડતી હોઈ નહેરોમાં સિંચાઈ માટે અપુરતું પાણી હોવાથી ધરતીપુત્રો દ્વિધા અનુભવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.