
અમરેલી જિલ્લામા કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યકત કરવામાં આવી
હવામાન ખાતાની આગાહી મુજબ આજ સાંજ સુધીમા અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે.ત્યારે આ આગાહીને જોઈ શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેતપેદાશો તેમજ ઘાસચાને સલામત સ્થળે ખસેડવા દરેક એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉન ખાતે ખેત જણસીના જથ્થાને સલામત સ્થળે રાખવા અપીલ કરવામાં આવી છે તેમજ ખેત જણસીના જથ્થાને કોઈ નુકસાન ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા તેમજ તકેદારીના યોગ્ય પગલાં લેવા અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર મામલતદાર દ્વારા અપીલ કરવામાં આવી છે.જેમા પવન અને વરસાદ પડતા થોડીવાર માટે વાવાજોડા જેવો માહોલ સર્જાયો હતો.ત્યારે આજે સાંજ સુધી હવામાન વિભાગની આગાહી યથાવત જોવા મળી રહી છે.