
ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્રમા પવન ફૂંકાવાની શક્યતાઓ જોવા મળી
ગુજરાતમાં ગરમીને લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયાં છે.ત્યારે રાજ્યના અમદાવાદ સહિતના શહેરોમાં 43 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે.જેમાં ગરમીને કારણે લોકોને લૂ લાગવાના બનાવો પણ વધી રહ્યાં છે.ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી શનિવારથી ગરમીથી રાહત મળશે.આ સિવાય ભારે પવન પણ ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે.દરિયાકાંઠા વિસ્તારમાં 65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.દેશના કેટલા રાજ્યમાં હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ જારી કર્યું છે,જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે.હિમાચલમાં આંધી કરાવૃષ્ટિ અને ભારે પવન ફૂંકાવાની આગાહી છે.રાજ સ્થાનમાં પણ ધૂળભરી આંધી ફૂંકાઈ શકે છે,જ્યારે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદથી સંભાવના છે.આ દરમિયાન 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.