સુરતમાં અકસ્માતના CCTV, બસે બાઈક સવારને કચડ્યો, સારવાર દરમિયાન મોત

ગુજરાત
ગુજરાત

સુરતના કાપોદ્રા હીરાબાગ સર્કલ પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બસ ચાલકે બાઈક સવાર યુવાનને અડફેટે લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બીજી તરફ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરતમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવતા રહે છે ત્યારે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સુરતમાં સામે આવી છે. મળતી માહિતી મુજબ સુરતના અશ્વિની કુમાર રોડ પાસે રહેતા શૈલેશભાઈ મધુભાઈ રાઠોડ હીરાબાગ મહાદેવના મંદિર પાસેથી પોતાની બાઈક પર પસાર થઇ રહ્યા હતા, તે વેળાએ ત્યાંથી પસાર થતી ખાનગી બસ ચાલકે તેઓને અડફેટમાં લીધા હતા. આ ઘટનામાં શૈલેષભાઈને માથાનાના પાછળના ભાગે તથા ડાબા પગના ભાગે ઘુટણના ભાગે તથા પેટના અને કમરના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી.

અકસ્માતને લઈને લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. લોકોએ બનાવની જાણ 108ને કરી હતી જેથી 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્ત શૈલેષભાઈને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે લઇ ગઇ હતી. જ્યાં શૈલેષભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ હીટ એન્ડ રનની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. આ ઘટનામાં શૈલેશભાઈના સસરા મનસુખભાઈ સોલંકીએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં કાપોદ્રા પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.