ખેરાલુ નજીક કારમાં અચાનક વિકરાળ આગ, 3ના મોત, પતિ-પત્નિ ગંભીર રીતે દાઝ્યા

ગુજરાત
ગુજરાત 389

કોરોના મહામારી વચ્ચે ખેરાલુ નજીક આજે સવારે એક કારમાં અચાનક વિકરાળ આગ લાગતાં ત્રણ લોકોના મોત થતાં ચકચાર મચી ગઇ છે. આ તરફ કારમાં બેસેલા અન્ય બે લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં પરિવાર અંબાજી દર્શન કરી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ધટના બની હતી. આગ એટલી બધી વિકરાળ હતી કે 10 અને 15 વર્ષની કિશોરીઓ અને વૃદ્ધા જીવતાં જ ભુંજાઇ ગયા હતા.

મહેસાણા જીલ્લાના ખેરાલુ પાસે આજે સવારે કારમાં આગ લાગવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી પંથકમાં શોકનું વાતાવરણ ફેલાઇ ગયુ છે. મૂળ વડનગર તાલુકાના કરબટીયા ગામના રાકેશભાઇ પરિવાર સાથે અંબાજી દર્શન કરી પરત ઘરે આવી રહ્યા હતા. આ દરમ્યાન ખેરાલુ નજીક અચાનક તેમની કારમાં આગ લાગી હતી. આ દરમ્યાન કારમાં બેસેલાં તેમની બે દીકરીઓ હેની(ઉ.વ.16), અસ્તા(ઉં.વ.10) અને તેમની માતા અંબાબેન રણછોડભાઈ (ઉં.વ.70)નું મોત થયુ હતુ. આ તરફ રાકેશભાઇ અને તેમના પત્નિ વર્ષાબેન ગંભીર રીતે દાઝ્યા હોઇ તાત્કાલિક સારવાર અર્થે પહેલા વડનગર અને બાદમાં મહેસાણા ખસેડવામાં આવ્યા હતા.

અનલોકમાં મળેલી છૂટ વચ્ચે માર્ગ અકસ્માતની ઘટનામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. આ તરફ આજે સવારે ખેરાલુ પાસે કારમાં આગ લાગવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જોકે કાર લોક થઈ ગઈ હોવાથી દરવાજો ન ખુલતા ત્રણ લોકોના મોત થયા છે. દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.