
ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક યોજાશે
ગુજરાતના માથે ફરીવાર વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે.ત્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાશે.ત્યારે તેની સાથે વેધરવોચ ગ્રુપની પણ બેઠક યોજાશે.જેમાં રાજ્યમાં વાવાઝોડાની સામે સુરક્ષાની તૈયારીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવશે.આ ઉપરાંત રાજ્યની વર્તમાન સ્થિતિ મામલે પણ ચર્ચાઓ કરવામાં આવશે.આ બેઠકમાં ગત પર્યાવરણ દિવસની ઉજવણીના સંદર્ભે પણ ચર્ચાઓ કરવામાં આવશે.આગામી 12 જૂનથી શરૂ થતાં શાળા પ્રવેશોત્સવ અંગે પણ બેઠકમાં ચર્ચાઓ થશે.તે ઉપરાંત રાજ્યમાં ગરમી અને વરસાદની સ્થિતિ હોવાથી પીવાનું પાણી,સિંચાઈનું પાણી અને પશુઓ માટેના ઘાસચારાને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવશે.રાજ્યમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા વિકાસલક્ષી પ્રોજેક્ટોને લઈને પણ ચર્ચાઓ થઈ શકે છે.બીજીતરફ ગાંધીનગર ખાતે સાંજે 4 વાગ્યે સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસ ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક મળશે.જેમા ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલા બીપરજોય વવાઝોડા બાબતે ચર્ચા કરવામાં આવશે.તે ઉપરાંત વાવાઝોડા અને દરિયામાં ઉદ્ભવેલા કરંટને લઈને દરિયાકાંઠે બે નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા હોવાથી વાવાઝોડાને લઈને બેઠકમાં ચર્ચા અને તંત્રએ કેવી તૈયારીઓ રાખવી તે મુદે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.જે બેઠકમાં હવામાન વિભાગ,રાહત કમિશ્નર,રેવન્યુ વિભાગ,ઉર્જા વિભાગ,આરોગ્ય વિભાગ એનડીઆરએફ અને એસડીઆરએફ સહિતના અન્ય સરકારના જુદાજુદા વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રહેશે.આ સિવાય હવામાન વિભાગ મુજબ આગામી 11 જૂન સુધીમાં વાવાઝોડાની ગતિ 140 કિમી થાય તેવી શક્યતા છે.જેમા વાવાઝોડાને કારણે રાજ્યના ઉના,વેરાવળ,માંગરોળ,જૂનાગઢ,પોરબંદર,દ્વારકા તેમજ કચ્છનાં નલિયા સહિતનાં વિસ્તારોમાં ભારે પવન તેમજ વરસાદ પડી શકે છે.